‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે.’મણીયારો રાસ’ શૂરવીરતાનું પ્રતિક.રાસ જોવા માટે પણ કઠણ કાળજું જોઈએ..!
‘મણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚ વાંકલડી મૂંછારો રે મણિયાર’ આ રાસ મણિયારો ગુજરાતના ગરબાની સંસ્કૃતિનું એક આગવી ઓળખ છે જેને વિશ્વભરમાં નામના મેળવી છે,ત્યારે ‘મણીયારો રાસ’ની રમઝટ આ પ્રજાસતાક દિવસે દિલ્હીના પરેડ ગ્રાઉન્ડ પર પણ ગુજશે! આગામી 26 જાન્યુઆરીના રોજ દેશમાં 75મો પ્રજાસતાક પર્વ માનવાવામાં આવનાર છે,આ દિવસે દિલ્હીના પરેડ મેદાનમાં દેશભરની વિવિધ ઝાંખીઓ રજુ થશે.ભારતની સેના પણ પોતાના અદમ્ય સાહસ અને શક્તિનો પરિચય વિશ્વને દમ ખમ સાથે દેખાડશે,ત્યારે પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો ટેબ્લો રજુ થવાનો છે જેની સાથે સાથે ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિને વિશ્વફલક પર રજુ કરવામાં આવનાર છે,પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’ને રજુ કરનારા કલાકરો ખુબ મહેનત કરી રહ્યા છે ત્યારે ‘મણિયારા રાસ નૃત્ય’શું છે.અને ‘મણિયારા રાસ નૃત્ય’ અન્યથી રસ ગરબાઓથી કેમ અલગ છે તે જાણીયે.
સામાન્ય રીતે રાસનાં 36 પ્રકાર હતા જે પૈકી હાલ ફક્ત પાંચ પ્રકાર જીવિત છે,જેમાં મણિયારો રાસને ખુબ જ લોકપ્રિય અને ઐતિહાસિક મનાય છે આ રાસ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. મણિયારા રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.મહેર સમાજમાં વર્ષો જૂના મણીયારા રાસ જગવિખ્યાત છે.ગુજરાતમાં ખાસ કરી મેર જાતિના સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્ર અને મેર જાતિની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે,’મણીયારો રાસ’ શૂરવીરતાનું પ્રતિક મનાય છે.વર્ષો પહેલા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા કાજે લડતોમાં જ્યારે જીત થતી ત્યારે મણીયારો રાસ રમવામાં આવતો અને ખુશી મનાવવામાં આવતી હતી. આમ આ મણીયારો રાસ શોર્ય અને શૂરવીરતાનું પ્રતિક ગણાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મણીયારો રાસ પ્રખ્યાત ગણાય છે. આ રસને રમતા જોવાની અલગ જ મજા છે અને તેમને રમતા જોઈને જોનારાઓ પણ રોમાંચકતા અનુભવે છે તો આ રાસ જોવા માટે પણ કઠણ કાળજું પણ હોવું જરૂરી છે એટલી બધી હિંમત અને જોશ આ રાસમાં જોવા મળે છે.
— મણિયારો રાસ રમતા મણિયારા થાકતા નથી..!
મહેર સમાજના લોકોને મણીયારો રાસ વારસાની અમૂલ્ય ભેટ મળી છે. મણીયારા રાસ જ્યારે રમાય અને જે સુરાતન ચડે છે અને જે જુસ્સાથી મણિયારો રાસ રમે છે એ અદભુત છે મણિયારો આ રસ રમે ત્યારે ક્યારેય તેઓ થાકતા નથી તે પાછળનું કારણ એ છે કે મહેર જ્ઞાતિના મોટા ભાગનો વ્યવસાય ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે.આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય અને પોતાના જ ખેતરમાં ઉગેલ શુદ્ધ આહાર,દૂધ, ઘી, દહીં છાસ આરોગતા હોવાથી શરીરમાં જોમ અને જુસ્સો જળવાય રહે છે. બાળકો પણ આ મણીયારો રાસ રમી વારસાના જતનનો અનોખો આનંદ મેળવે છે.
— ગણતંત્ર દિનની સાંસ્કૃતિક સ્પર્ધામાં પણ છવાયો ‘મણિયારો રાસ’
આગામી 26 જાન્યુઆરીના દિવસે દેશભરમાં 76માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવમાં આવનાર છે,આ રાષ્ટ્રીય પર્વનો ઉત્સાહ હમણાંથી દેશભરમાં જોવા મળી રહ્યો છે,76માં પ્રજાસતાક દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે,આ વર્ષે પણ દિલ્હીના પરેડ મેદાનમાં દેશના વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ કરવમાં આવનારા છે,આ ટેબ્લોના માધ્યમથી દેશની વિવિધતા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર રજુ કરવામાં આવશે,પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો ટેબ્લો પણ રજુ થશે જેમાં મણિયારો રાસની પારંપરિક સંસ્કૃતિને અભિવ્યક્ત કરવામાં અવનાર છે, જોકે આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”માં સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપારિક નૃત્યો યોજાયા હતા. જેમાં ચાર ઇનામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી
BY DIPAK KATIYA ON JANUARY 22, 2025
"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…
મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા! શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…
સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…