૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ
મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય છે. કુસુમાગરાજનો જન્મ 27 ફેબ્રુઆરી 1912ના રોજ નાસિકમાં થયો હતો. વિષ્ણુ વામન શિરવાડકરની મોટી બહેનનું નામ કુસુમ હતું. તે નામ પરથી જ તેમણે કુસુમાગરાજ નામનો કવિ તરીકે ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે 21 જાન્યુઆરી, 2013ના રોજ કવિ કુસુમાગ્રજની સ્મૃતિને માન આપવા માટે 27 ફેબ્રુઆરીને મરાઠી ભાષા ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. મરાઠી સાહિત્યના પ્રચાર માટે પહેલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે સરકાર દ્વારા બે વિશેષ પુરસ્કારો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
1999માં કુસુમાગરાજના મૃત્યુ પછી, સરકારે ‘મરાઠી રાજભાષા ગૌરવ દિન’ ઉજવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ મરાઠી સાહિત્યની મહાનતાને ઓળખવા અને સન્માન આપવા માટે ઉજવાય છે. મરાઠી ભાષામાં આધુનિક ઈન્ડો-આર્યન ભાષાઓના કેટલાક પ્રાચીન સાહિત્યનો સમાવેશ થાય છે. જયારે મરાઠી સત્તાવાર ભાષા દિવસ પહેલી મે ના રોજ ઉજવાય છે. 1 મે, 1960ના રોજ, મુંબઈ સાથે સંયુક્ત મહારાષ્ટ્રની રચના થઈ હતી . આ દિવસે મરાઠીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ, 1965માં વસંતરાવ નાઈક સરકારે 1 મેના રોજ મરાઠી સત્તાવાર ભાષા દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ રજૂ કર્યો હતો. 1 મે, 1966થી મરાઠી સત્તાવાર ભાષા દિવસ 1 મે ના રોજ ઉજવવામાં આવે છે.
મરાઠી ભાષાની સમૃદ્ધિમાં સંતોએ સૌથી મોટો ફાળો આપ્યો છે. તે પછી, આમાં સૌથી મોટો ફાળો લેખકોનો છે. મરાઠી ભાષાનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ રહ્યો છે. મરાઠી ભાષામાંથી ઉદભવેલા જ્ઞાનના પ્રવાહો ઘણી પેઢીઓ માટે માર્ગદર્શન રહ્યા છે. મહારાષ્ટ્રના ઘણા ક્રાંતિકારી નેતાઓ અને ચિંતકોએ મરાઠીનો ઉપયોગ લોકોને જાગૃત કરવા અને એક કરવા માટે એક માધ્યમ તરીકે કર્યો હતો. મરાઠીમાં તેમનાં ભાષણોએ લોકોમાં સ્વરાજ ની ઇચ્છા જગાવી ન્યાય અને સમાનતા માટેની લડતને આગળ વધારવામાં મરાઠી ભાષાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
મરાઠી સિનેમાએ આપણને પણ ગૌરવ અપાવ્યું છે. ભારતીય સિનેમાનો પાયો વી.શાંતારામ અને દાદાસાહેબ ફાળકે જેવા દિગ્ગજોએ નાખ્યો હતો. મરાઠી રંગભૂમિએ સમાજના દબાયેલા અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગના અવાજ વધારો છે. મરાઠી થિયેટરના સુપ્રસિદ્ધ કલાકારોએ દરેક પ્લેટફોર્મ પર તેમની પ્રતિભા સાબિત કરી છે. મરાઠી સંગીત, લોકસંગીત અને લોકનૃત્યની પરંપરાઓ સમૃદ્ધ વારસાને આગળ વધારે છે.
મરાઠી એ એક ઇન્ડો-આર્યન ભાષા છે જે મુખ્યત્વે ભારતના મહારાષ્ટ્રના ૮.૩૧ કરોડ મરાઠી લોકો દ્વારા બોલાય છે. તે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં અનુક્રમે સત્તાવાર ભાષા અને સહ-સત્તાવાર ભાષા છે અને તે ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. મરાઠી મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક, તેલંગાણા, દમણ અને દીવ અને દાદરા અને નગરહવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાય છે. ભૂતપૂર્વ મરાઠા શાસિત વડોદરા, ઈંદોર, ગ્વાલિયર, જબલપુર અને તાંજોર શહેરોમાં પણ સદીઓથી મરાઠી ભાષા વપરાય છે. દેશના અન્ય ભાગોમાં અને વિદેશોમાં પણ મરાઠી લોકોના સ્થળાંતર દ્વારા મરાઠી ભાષા પહોંચી છે.
Be First to Comment