આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે તો સેવ કરી રાખજો.ગુજરાત સરકારની મારી યોજના પોર્ટલનો 1 લાખ નાગરિકોએ લીધો છે લાભ.છેવાડાના લોકો સુધી સરકારી યોજનાની માહિતી મળે તેવો પ્રયાસ.
ગુજરાત સરકાર વહીવટમાં ગતિશીલતા માટે સતત પ્રયાસરત રહે છે,લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તેનાથી તેમની તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય તેવા પ્રયાસોના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજી સાથે આ યોજનાઓને જોડવામાં આવી રહી છે,ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને વધુ બળવત્તર કરવા અને ડિજિટલ ભારતના સ્વપનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોચાડ્યા છે,અને આ પહેલના જ ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી,સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર ‘મારી યોજના’ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે આ પોર્ટલ ખુબ ઉપયોગી અને કાર્યરત બની રહ્યું છે.’મારી યોજના’ પોર્ટલ લોકો માટે ખુબ જ લાભદાયક બની રહેશે.જો આપ આ સરકારી યોજનાઓથી માહિતગાર રહેવા માંગો છો તો આપ પણ ‘મારી યોજના’ પોર્ટલ’નો ઉપયોગ કરી સરળતાથી સરકારી યોજનાઓ સાથે જોડાયેલા રહો એ માટે આ અહેવાલ ખૂબ ઉપયોગી બની શકે છે.
ગુજરાતની ભુપેન્દ્ર પટેલની સરકાર સરકારી યોજનાઓ લોકો સુધી પોહોચાડવા અનેક કામગીરી કરી છે,ગુજરાતના દરેક નાગરિકોને સરકારી યોજનાઓ અંગેની માહિતી એક જ સ્થળે મળી રહે તે માટે સરકારે નવતર પહેલ શરુ કરી છે. ગુજરાત સરકારે આ માટે ‘મારી યોજના પોર્ટલ’ લોન્ચ કર્યું છે જે નાગરિકોને મદદરૂપ સાબિત થઇ રહ્યું છે.આ પોર્ટલ પર હાલમાં 680 જેટલી વધુ સરકારી યોજનાઓની તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંગળીના ટેરેવે આ 680 સરકારી યોજનાની મેળવો માહિતી મેળવી શકાય છે.રાજ્યમાં નવી ટેકનોલોજી સાથે જનહિતલક્ષી સેવાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહી જેના પરિણામે અત્યાર સુધીમાં 1 લાખ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે.સરળતાથી આ યોજના અંગે માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી જ મારી યોજન પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
— ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ
ગુજારતા સરકારના ‘મારી યોજના’ એક મહત્વ પૂર્ણ પોર્ટલ સાબિત થઇ રહ્યું છે,આ પોર્ટલ પર તમામ પ્રકારની સરકારી યોજનાઓની માહિતી નાગરિકો માટે મુકવામાં આવી છે,જેમ કે,શિક્ષણ,આરોગ્ય,રોજગાર જેવી વિવિધ અરજી પ્રક્રિયા વિગતવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.પોર્ટલમાં નાગરિકો મલ્ટિપલ પર્સનલાઇઝ્ડ ક્રાઇટેરિયા એટલે કે વિવિધ વ્યકિતગત માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતી સરળતાથી મેળવી કે શોધી શકે છે. ગુજરાતના છેવાડાના નાગરિકોની સુલભતા માટે મારી ‘યોજના પોર્ટલ’ પર ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.એટલે જો કોઈ ઓછું ભણેલો નાગરિક હોય તે પણ સરળતાથી આ પોર્ટલનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે.ગુજરાત સરકારના સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મારી યોજના પોર્ટલ નાગરિકોની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
— વિભાગ પ્રમાણે યોજનાઓ માહિતી મુકવામાં આવી
BY DIPAK KATIYA ON JANUARY 10, 2025
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…
પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…
શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…