fbpx Press "Enter" to skip to content

નિતિશ કુમાર રેડ્ડીનું મેબોર્નમાં શાનદાર પ્રદર્શન: પિતાના સંઘર્ષનો વિજય

મેલબોર્નમાં નિતિશ કુમારના રન સાથે આવ્યું લાગણીઓનું ઘોડાપુર!

‘સંઘર્ષ’નો ‘હર્ષ’ નાદ’ નીતિશ કુમાર રેડ્ડીની સદી સાથે જ પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં.પુત્રને આ મુકામ પર લાવવા એક પિતાએ કરેલા સંઘર્ષના આ આંસુ છે. નીતિશની હિંમત અને પ્રદર્શન નવી પ્રતિભાઓનો માર્ગ પ્રશસ્ત કરે છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે લાગણીઓનો ધોધ વહ્યો હતો,ઓસ્ટ્રલિયા સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત મુશ્કેલીમાં હતું,ભારત પર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો હતો ત્યારે નીતીશ કુમારે ભારતને કપરી સ્થિતિમાંથી ઉગાર્યું હતું અને ભારત તરફથી સર્વાધિક રન બનવી ભારતને ફોલોઓનમાંથી બચાવ્યું હતું,જોકે નીતિશ કુમાર રેડ્ડીએ સદી સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઇતિહાસ રહ્યો હતો,જોકે મેલબોર્નમાં રનના ધોધ સાથે લાગણીઓનું પણ ઘોડાપુર આવ્યું હતું. નીતિશ કુમાર રેડ્ડીની સદી સાથે જ મેલબોર્ન ગ્રાઉન્ડ ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું આ સેલિબ્રેશન વચ્ચે એક શખ્સની આંખોમાંથી અશ્રુઓનો ધોધ છલકાયો હતો,એ શખ્સ હતા નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલા! આજે તેમની આંખો જે જોવા તરસતી હતી જેના માટે જિંદગીને સંઘર્ષમય બનાવી હતી એ દ્રશ્ય નજર સામે આવ્યું હતું.પુત્રની સદી સાથે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડેલા એક પિતાની લાગણીઓનો પ્રવાહ હતો.પુત્રને આ મુકામ પર પહોંચાડવા માટે કરેલા ‘સંઘર્ષ’નો ‘હર્ષ’ નાદ હતો.

 

ઓસ્ટ્રેલિયામાં ભારતની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે,આજે ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હતો,ભારતની ટોચની બેટિંગ પેવેલિયન ભેગી થઇ ગઈ જતી અનેભારત મુશ્કેલ સ્થિતિમાં હતું,ત્યારે મેચના ત્રીજા દિવસે ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ભારતની વ્હારે આવ્યા હતા,નીતીશે શાનદાર બેટિંગ સાથે સદી ફટકારી હતી.નીતિશે 171 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી.નીતીશે 10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે સદી ફટકારી હતી અને હુજય તે રમતમાં છે ભરતની એક વિકેટ હજી બાકી છે,મેચના ચોથા દિવસે ભારત કેટલી લીડ ઓછી કરે છે તેના પર સૌની નજર છે પણ આજનો દિવસ નીતિશ કુમાર રેડ્ડીના નામે રહ્યો હતો,પહેલીવાર ભારત માટે ટેસ્ટ રમી રહેલા નીતિશે પહેલી જ મેચથી પોતાની પ્રતિભાની ઝલક બતાવી ટિમ ઇન્ડિયા માટે એક જરૂરી ઓલરાઉન્ડરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળી ભારતને ફરી એકવાર મુશ્કેલભરી સ્થિતિમાંથી બહાર લાવી હતી,ખેર નીતિશની ક્રિકેટની સફર આસાન રહી નથી ઘણા દિવસોના સંઘર્ષ અને મહેનત બાદ નીતીશ આજે આ મુકામ મેળવ્યો છે,ત્યારે નીતિશની હિંમત અને પ્રદર્શન નવી પ્રતિભાઓનો માર્ગ પ્રશસ્ત કરે છે.જો તમારામાં ટેલેન્ટ અને કંઈક કરવાની ખુવારી હશે તો ચોક્કસ તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહિ? જોકે નીતિશ કુમાર રેડ્ડીની આ સફળતાઓ માટે તેના પિતાના અથાગ પરિશ્રમનો પરસેવો ભાળ્યો છે.સામાન્ય પરિવારમાંથી આવતા નીતિશ કુમાર રેડ્ડીને ભારતની જર્સી સુધી પોહોચડવામાં એક પિતાની ક્યારેય હાર ન માનવાની જીદ રહી છે.

પુત્ર માટે પિતાએ નોકરી છોડી રાતદિવસ એક કર્યા..!

ભારતની ઓસ્ટ્રેલિયા ટુરમાં ભારતના ભાગે સફળતા ઓછી અને નિસ્ફળતા વધુ રહી છે,પાંચ ટેસ્ટ સિરીઝમાં પહેલી ટેસ્ટ મેચ ભારત જીત્યું હતું અને બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું તો ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી આમ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ ભારત-ઓસ્ટ્રેલિયા બરાબરી પર છે,જેથી આ ચોથી ટેસ્ટ ખુબ મહત્વપૂર્ણ બની રહે છે,ચોથી મેચના બે દિવસ ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું હતું.ચોંટાહ દિવસની શરૂઆત બાદ પણ એવું લાગતું હતું કે ભારતના હાથમાંથી મેચ જતી રહેશે જોકે પછી નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર બેટિંગથી ભારતની ઉમ્મીદ મેચ બચાવી લેવાશે તેના પર આવી છે,જે માટે નીતિશની ધૈર્યપૂર્ણ રમતને જેટલા માર્ક આપો એટલા ઓછા છે જોકે ક્રિકેટ સુધી પોહોચાવા નીતિશને અનેક સંઘર્ષમાંથી પાસાર થવું પડ્યું હતું.નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર બિલકુલ આસાન રહી નથી.સામાન્ય પરિવારમાંથી આવતા નીતિશના પિતાએ પુત્રની કારકિર્દી માટે ખુબ સંઘર્ષ કર્યો હતો.નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ પુત્રની કારકિર્દી માટે નોકરી છોડી પુત્ર પર ધ્યાન આપ્યું હતું,નીતીશના માર્ગદર્શક બની તેની પડખે ઉભા રાહ્ય તેનું પોષણ કર્યું.પિતાની જ મહેનતનું જ પરિણામ છે કે આજે નીતિશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.આમ પણ નીતીશે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેમના પર વિશ્વાસ કર્યો કે તે કે દિવસ સારો ક્રિકેટર ચોક્કસ બનશે.આજે પિતાનું સ્વપ્ન પુત્ર પુરી કરી બતાવ્યું છે જોકે નીતિશ લાંબી રેસનો ઘોડા સાબિત થાય તેવા ગુણ દેખાય રહ્યા છે.

‘ફાયર નહિ વાઈલ્ડ ફાયર હે મેં’

પ્રથમ 3 ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં એમ માનવામાં આવતું હતું કે ચોથી ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીને રમાડવામાં નહીં આવે? પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે આ યુવા ખેલાડી પર ભરોસો રાખ્યો હતો અને એ ભરોસા પર ખરો ઉતરી 21 વર્ષના નીતિશે મેલબોર્ન મેદાનમાં પોતાનો ડંકો વગાડી ટિમ ઇન્ડિયાને સન્માનજનક સ્કોરે પોહોચડવામાં મહત્વપૂર્ણ યોગદાન આવ્યું છે,નીતીશ કુમારે શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલમાં પણ પોતની જગ્યા બનાવી લીધી છે.ઓસ્ટ્રેલિયા ધારધાર બોલિંગ સામે જ્યાં ટોપ ઓર્ડર વિખેરાય ગયો હતો ત્યાં નીતિશ રેડ્ડી અને વોશિંગટન સુંદરે કમાલ કરી બતાવ્યો હતો. નીતિશ રેડ્ડીએ અડધી સદી ફટકાર્યા બાદ પુષ્પા સ્ટાઈલમાં ધાકડ સેલિબ્રેશન કરી ઓસ્ટ્રેલિયાને પડકાર ફેંક્યો હતો નીતીશ જાણે કહેતો હોય ‘ફાયર નહિ વાઈલ્ડ ફાયર હે મેં’ ખેર અડધી સદી બાદ નીતિશ કુમાર રેડ્ડીએ શાંત દિમાગથી બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરીને પોતાની પહેલી સદી પણ પૂર્ણ કરી હતી.આ સમયે મેબોર્નનું મેદાન ચિચિયારીઓથી ગુંજતું રહ્યું હતું અને એક પિતાની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ઉઠી હતી.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!