– રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ
મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન
– ભગવાન શિવ, રામાયણ, મહાભારતથી પાનનું અસ્તિત્વ
ભગવાન શિવ અને માતા પાર્વતીએ પાનનું પહેલું બીજ રોપ્યું હોવાની માન્યતાઓ છે. હિમાલયના એક પહાડ પર તેમણે પાનનું બીજ વાવ્યું હતું. ત્યારથી પાનની શરૂઆત થઈ હતી. અને પાનના પાદડાને પવિત્ર માવવામાં આવતું હતું. તેનો ઉપયોગ પૂજા અને અન્ય શુભ કાર્યોમાં થતી હતો. રામાયણ – મહાભારતમાં પાનનો ઉલ્લેખ જોવા મળે છે. અશોક વાટિકામાં ભગવાન રામનો સંદેશ હનુમાનજી જ્યારે માતા સીતાને આપે છે. ત્યારે અન્ય કાંઈ ન મળતા પાંદળાનો હાર બનાવી માતા સિતા હનુમાનને ભેટમાં આપે છે. જયારે મહાભારતમાં યુદ્ધ જીત્યા બાદ યજ્ઞ શરૂ કરવાનો હતો જેના માટે પાનની જરૂર હતી પણ ક્યાંય પણ પાન ન મળતા અર્જુન નાગલોકની રાણીઓ પાસેથી માગીને પાન લાવ્યા હતા. જેથી તેને નાગરવેલ કહેવાય છે.
– મહિલાઓ હોઠને લાલ કરવા માટે પાનનો ઉપયોગ કરતી
– આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય
યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. આર્યુવેદમાં પાનનો ઉપયોગ એક ઐષધિના રૂપમાં થાય છે. ભગવાન ધનવંતરી આર્યુવેદિક તજજ્ઞો સાથે મળી પાનનો સૌથી પહેલા ઉંદર પર ઉપયોગ કર્યો હતો.જેમાં સુરક્ષીત સાબિત થતા પાનનો માણસોએ ઉપયોગ શરૂ કર્યો હતો. પાન ખાવાથી પાચનશક્તિ મજબુત બને છે. એટલું જ નહીં પણ પાન ખાવાથી અવાજ સારો રહે છે, મોઢામાંથી વાસ નથી આવતી અને જીભ પણ સારી રહે છે.એટલે લાંબા સમય સુધી પાન આર્યવેદમાં દવા તરીકે ઉપયોગમાં લેવાતું હતું.
– સ્વાદની સાથે સ્વાસ્થય પણ પ્રદાન કરતું મીઠુ પાન
– પાન રાજા-મહારાજાઓના વૈભવી ઠાઠનું પ્રતીક
ભારતમાં જ્યારે મુગલોનું રાજ હતું ત્યારે પાનને નવો અવતાર મળ્યો હતો. રજવાડાઓના દરબારમાં સૌ કોઈની પસંદગી માત્ર પાન જ હતું. ત્યારે મુગલો માત્ર પોતાના પસંદગીના લોકો અને મિત્રોને જ પાન આપતા હતા.પરંતુ સમયની સાથે પાનની માગ વધતી ગઈ.એટલે જ મોહાબના લોકો પાસેથી કરના બદલે મુગલો પાન લેતા હતા.જે પાનના પાંદડાનું મહત્વ દર્શાવે છે. પાન ખાવાથી પુરુષોના હોઠ લાલ રહેતા નૂરજહાંએ પાનને હોઠ પર લગાવાનું શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ પાન ખાવાના શોખીન હતા અને તેઓ રોજ લહેરીપુરા પાસે આવેલી પાનની શોપમાં પાન લેવા માટે પોતાની રોલ્સ રોયસ મોકલાવતા હતા. રોલ્સ રોયસમાં આવનાર વ્યક્તિ ચાંદીની પેટી લઇને આવતા જેમાં મહારાજા માટે તાજુ પાન તૈયાર થઇને જતુ હતુ.
– પાન લોકોની જરૂરિયાતો પુરી કરતા આવ્યા
– બદલાતા સમય સાથે પાન એક મોંઘી ફૂડ આઈટમ બની
એક સમય હતો જેમાં કસ્તૂરી, સોના-ચાંદીનાં વરખનો ઉપયોગ કેવળ ઉચ્ચવર્ગ, અને ધનવાન લોકો કરી શકતાં હતાં પરંતુ સામાન્ય માણસો દ્વારા પત્ર ખરીદવા મુશ્કેલ હતાં તેથી તેઓએ કસ્તૂરી અને વરખનું સ્થાન લવિંગ અને એલચીને આપ્યું હતું, કારણ કે લવિંગ અને એલચીનું મૂલ્ય પણ ઓછું અને ખાવામાં પણ તે સુપાથ્ય છે. આજે લગ્ન પ્રસંગમાં પાનનું અલગથી કાઉન્ટર હોય છે જેના માટે લગભગ એક સ્વીટ આઇટમ જેટલો જ ખર્ચ કરવો પડે છે. અહીં અલગ અલગ જાતના પાન મહેમાનોને પીરસવામાં આવે છે. આજે 150 જેટલા પ્રકારના પાન મળે છે. જેની કિંમત 15 રૂપિયાથી માંડી 5000થી વધુ હોય છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર કેન્સર રીસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ ના જણાવ્યા મુજબ પાન સાથે તમાકુ અને સોપારી ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે. પરંતુ એકલું પાન જરા પણ નુકસાન કરતું નથી અને ઉલ્ટાનું આરોગ્યને વધારે ફાયદો કરે છે. આમ હિન્દુ ધર્મમાં જન્મ-મૃત્યુ, વિવાહ, વ્રત પૂજન વગેરેમાં અનેક કાર્યમાં ઉપયોગી એવા નાગવલ્લી, નાગરવેલનાં પાન સાથે આપણો અનોખો સંબંધ બંધાયેલો છે, ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે પાન. પાન ખાવાનો ઉલ્લેખ ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી જોવા મળે છે. આજે ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, તાઇવાન, બર્મા, બાંગલાદેશ, મલેશિયા, વિયેટનામ વગેરે દેશોમાં પાનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
BU KALPESH MAKWANA ON 7TH FEBRUARY, 25
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…
શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…
દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટમાં 'ઈ-વિઝન'નો લોલીપોપ? 'ઈ-વિઝન' લાગુ કરવામાં પાલિકાને આંટા આવી…