Categories: Magazine

PMJAY યોજનામાં ગેરરીતિ: 5 હોસ્પિટલ સસ્પેન્ડ, શું મેડિકલ માફિયાઓ સામે તવાઈ ફેલાઈ રહી છે?

દેર આયે દુરસ્ત આયે..!?

સરકાર જાગી, PMJAYને લૂંટ’JAY બનાવનારા પર તવાઈ શરૂ.ગેરરીતિ બદલ રાજ્ય સરકારે ૫ હોસ્પિટલ સસ્પેન્ડ કરી.અનેક હોસ્પિટલો પણ પણ આવશે નિશાને?

ખ્યાતિકાંડ બાદ સરકારની મહત્વપૂર્ણ PMJAYનો વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.સરકારી રૂપિયા લૂંટવાનું સુનિયોજિત ષડયંત્રની પોલ પેટ્ટી ખુલી જતા આરોગ્ય માફિયાઓ બે નકાબ થયા હતા,PMJAY યોજનાના નામે નિર્દોષ લોકોના હ્ર્દય ખોલી રૂપિયા પડાવવાના કારસ્તાને ગુજરાત આખાને હલબલાવી મૂક્યું હતું.ખ્યાતિ કાંડ બાદ અનેક હોસ્પિટલોમાં PMJAYના દુરુઉપયોગની ગંધ આવવા લાગી એટલે સરકારી વિભાગોની ઉંઘ ઉડી હતી.આમ તો ઘણા સમયથી PMJAY યોજનમાં ગેરરીતિ ચાલી રહી હોવાની વાતો વહેતી થૈ હતી પણ સરકાર અને સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓએ કોઈ ઠોસ પગલાં ભર્યા ન હતા,જોકે ખ્યાતિ કાંડ બાદ PMJAYને લૂંટ’JAY બનાવી કરોડો રળી લેવાનો મનસૂબાઓ સેવનારા મેડિકલ માફિયાઓ સામે હવે સરકાર એક્શનમાં આવી છે,ભુપેન્દ્ર પટેલ સરકારે લોકોં જીવ સાથે ખેલનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાનો મન બનવતા હવે આવા મેડિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.PMJAY યોજનાની આડમાં પોતાના ખિસ્સાઓ ભરનારાઓ પર તવાઈ બોલાવાઇ છે.PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્ય સરકારનો કોરડો વિંઝાયો છે અને રાજ્ય સરકારે ૫ હોસ્પિટલ સસ્પેન્ડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

PMJAY-મા યોજનામાં ગયા મહિને ગેરરીતિ પકડાયા બાદ રાજ્ય સરકારે પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી.જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.

લેબ રિપોર્ટમાં છેડછાડ

પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

અહીંથી એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો મળ્યો હતો

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ.પરમિશન ન હોવાનું,માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.

— એક વર્ષમાં 12 હોસ્પિટલને સસ્પેન્ડ

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટ્લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી –૨૦૨૪ થી અત્યારસુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ ૧૨ હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલી ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે .આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.

 

BY DIPAK KATIYA ON DECEMBER 09, 2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…

12 hours ago

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો?

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…

12 hours ago

ગુજરાત સરકારની ‘મારી યોજના’ પોર્ટલ: 680 યોજનાઓની માહિતી

આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…

2 days ago

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…

2 days ago

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે.…

3 days ago

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ  વિકાસમાં વિઘ્નરૂપ બનતા રાજકારણના ડખા વડોદરા…

3 days ago