#trending

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ

 વિકાસમાં વિઘ્નરૂપ બનતા રાજકારણના ડખા

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા રાજકીય પક્ષો સજ્જ બન્યા છે. પરંતુ રાજકીય પક્ષોનો આંતરિક જુથવાદ વિકાસમાં પણ વિઘ્નરૂપ બનતો હોય વાજબી ન કહેવાય. વડોદરામાં આમ આદમી પાર્ટીનો ઉદય થતા જ તેમાં મોટાભાગના ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટો જોડાયા બાદ હવે હોદ્દાઓ મામલે ડખા સપાટી પર રહ્યા છે. જયારે કોંગ્રેસમાં નેતાઓના અલગ અલગ ત્રણ જૂથો કાર્યરત હોય કોંગ્રેસ પ્રમુખ નું પદ હોય કે પછી વિપક્ષ નેતાનું ખેંચતાણ રહી છે. હાલમાં જ પ્રમુખની પસંદગી મામલે વિવાદથી રાજ્યમાં ચર્ચિત વડોદરા ભાજપમાં હોટલ કાંડ, તકતી વિવાદ કે પછી જાહેરમાં ઉજાગર થતા આંતરિક વિખવાદ પક્ષની છબી ખરડી રહ્યા છે. સંગઠન સર્વોપરીની વાતો વચ્ચે ચૂંટાયેલી પાંખ અને સંગઠન એક ન થતા અવારનવાર ફરિયાદો ઉઠે છે. આમ, ગ્રુપીઝમના કારણે પક્ષની છબી ખરડાવવાની સાથે વિકાસ કાર્યો ઉપર પણ અસર વર્તાય છે તેમાં બે મત નહિ.

પ્રોજેક્ટોમાં કટકીના પગલે વડોદરાનો વિકાસ રૂંધાયો

નગરજનોને વિકાસની ઝંખના દર્શાવી કરોડો રૂપિયાના પ્રોજેક્ટ થકી નાણાં વાપર્યા બાદ હજુ પણ વડોદરા મહાનગર પાલિકા દેશી પદ્ધતિ અનુસરતું હોવાનું લાગી રહ્યું છે. લોક સુવિધાના ભાગરૂપે હાથ ધરાતા પ્રોજેક્ટોમાં કટકીના પગલે વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની ચર્ચા છે. અને સમજોતા એક્સપ્રેસ વચ્ચે નાગરિકોનો મરો થઇ રહ્યો છે. એક સમયે વડોદરા રાજ્ય તરીકે ગણાતું હતું અને સમગ્ર વિશ્વમાં વડોદરાનો દબદબો હતો. શાસકોના પાપે અન્ય શહેરોના વિકાસની સરખામણીએ હવે વડોદરા એક નાના ગામ તરીકે ઉભરે છે.

પાલિકામાં સમજોતા એક્સપ્રેસ વચ્ચે લાચાર નાગરિકોનો મરો થયો

છેલ્લા ઘણા વર્ષોથી મનપા દ્વારા લારીની લાઇસન્સ પ્રથા બંધ કરવામાં આવી છે. હવે ઠેરઠેર લારીઓ નો જમાવડો થતાં જવાબદાર કોણ ?. ગાયો પકડવાના બહાને અત્યાર સુધી કરોડોનો ખર્ચ કર્યા બાદ પરિસ્થિતિ યથાવત છે. ગોપાલક અને ઢોર પાર્ટી ના કર્મચારીઓની મિલીભગતની બૂમો. પીવાના પાણીની અને ડ્રેનેજ લાઈનો હજુ પણ ગાયકવાડી શાસનની કાર્યરત રહેતા અનેક વાર ભંગાણની સમસ્યા છે. ત્યારે એસી ચેમ્બરમાં બેસી તગડું વેતન મેળવતા કોર્પોરેશનના અધિકારીઓ આળસ ક્યારે ખંખેરશે . શહેરનો ફૂટપાથ લારી ગલ્લા અને પાર્કિંગ માટે હોવાનો ભાસ થાય છે. ગ્રાન્ટ હોવા છતાં વર્ષોથી કેટલાક તળાવો હજુ પણ વિકાસની ઝંખના કરી રહ્યા છે.

પ્રજાની સેવા કે, સેવાના નામે મેવા માટે ધમપછાડા

વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને પર્યાવરણના નામે અનેકના રોટલા શેકાયા છે. પ્રતિવર્ષ ચોમાસાની ઋતુમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓનું ધોવાણ કેટલું વાજબી છે. રસ્તા અંગેના કાયદાને ઘોળીને પી જતું તંત્ર નિયમો અમલી ક્યારે કરશે. આંતરિક રોડ-રસ્તાઓ ની પરિસ્થિતિ દયનીય. આડેધડ બનતા રસ્તા અને પેચવર્કના પગલે કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે. છેલ્લા એક વર્ષમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ ની અસંખ્ય ફરિયાદો મળી છે .તેના સમારકામ પાછળ નો આંકડો પણ ચોંકાવનારો અને એક જ સ્થળે વારંવાર પડતા ભુવા અંગે સૌ કોઈ આશ્ચર્યચકિત થાય છે . ડીમોલેશન બાદ ઘણી જગ્યા ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ અને દબાણ જોવા મળી રહ્યા છે. સત્તા કોઇ પણ પક્ષની હોય ભ્રષ્ટાચારની બુમો રહી છે. અધિકારી, કોન્ટ્રાક્ટર ,શાસક અને વિપક્ષ સામે પણ ઊઠે છે મિલીભગતીની બુમો . વર્ષોથી મલાઈદાર જગ્યાઓ પર અધિકારીઓનું એક હથ્થુ શાસન. વિવિધ વિભાગોમાં ભરતીના અભાવે ફરિયાદના ઢગલા.

સંગઠન સર્વોપરી, પણ પક્ષની છબી ખરડતા ગ્રુપીઝમ

રાજ્ય સરકાર હસ્તક ભીક્ષુક ગૃહનો વિકાસ થતો નથી અને નતનવા આયોજન થકી નાણાંનો વેડફાટ !. મલ્ટીલેવલ પાર્કિંગના સપના જોતું પાલિકા પહેલા પોતાની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરે. દબાણ શાખા ની ટીમ પહેલા પાલિકા કચેરી ફરતે પ્રદક્ષિણા કરે. ડિજિટલની વાતો વચ્ચે કચેરીમાં ફાઇલોના પોટલા યથાવત. પાણીના સ્ત્રોત ,ટાંકી અને મુખ્ય નળિકા ઉપર કરોડોના ખર્ચે લાગેલા મીટર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. જર્જરિત પાલિકાની કચેરીમાં રીનોવેશનના નામે નાણાંનો વેડફાટ કેટલો યોગ્ય ? સમયાંતરે વિસ્તાર વધતા પાલિકાની આવકમાં વધારો જનતાને સુવિધા માટે વલખા . કોર્પોરેશનના વાહનોમાં જીપીએસ પાછળ લાખોનો ધુમાડો , કાર્યરત ગણતરીના વાહનોમાં ? કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ છેલ્લા 4 વર્ષથી ધૂળ ખાતી વોટર લેવલ સિસ્ટમ. કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટ બાદ સારસંભાળનો અભાવ. વર્ષોથી યથાવત ગંદકીના સ્પોટ કેટલાય સ્થળોએ યથાવત. ઠેરઠેર આયોજન વગર મુખ્ય માર્ગો ઉપર અથવા નજીક ઉભા કરાયેલા પમ્પિંગ સ્ટેશનની દુર્ગંધથી નાગરિકો પરેશાન

 

BY KALPESH MAKWANA ON 9 JANUARY 2025

City Updates

Recent Posts

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…

2 days ago

વડોદરાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બજેટમાં નવા આયોજનો!

વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…

2 days ago

પાનનો રસિલો ઇતિહાસ પરંપરા, આયુર્વેદ અને સાંસ્કૃતિક મહત્વ

- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…

2 days ago

સમયના વહેણમાં બદલાયા કાંકરિયાના રૂપરંગ

પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…

4 days ago

વડોદરામાં પાર્કિંગ સમસ્યાનો ઉકેલ? ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી કેટલા પાણીમાં!

શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…

4 days ago

કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…

5 days ago