સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં રામમંદિરની સુરક્ષા વ્યવસ્થા
અયોધ્યાના ભવ્ય રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકારની સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં છે.આ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને એસપીના ઓલરાઉન્ડર જવાનોનો સમાવેશ થાય છે.આ પહેલાં સીઆરપીએફની છ બટાલિયન અને પીએસની 12 કંપની રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું કામ સંભાળતી હતી.હાલ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક કેવી રીતે થઈ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે.સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સને અયોધ્યામાં રામલલાની સુરક્ષા સહિત રાજ્યના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે.
ફોટો ક્લિક કરતા જ લાઈટથી ભાંડો ફૂટ્યો
અયોધ્યાના ભવ્ય રામમંદિરના દર્શન દરમિયાન વડોદરાના જય કુમાર જાનીએ કેમેરાવાળા ચશ્મા પહેરી રામમંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ફોટોગ્રાફ લીધા હતા જોકે જય જેવો ફોટો ક્લિક કરવા માટે બટન દબાવતો તે વેળાએ જ ચશ્મામાં લાઇટ થતી હતી.અને આ કેમેરાની લાઇટને કારણે જય કુમારના ખુફિયા કેમેરાનો ભેદ સામે આવ્યો હતો લાઈટો પડતા જ સુરક્ષા અધિકારી અનુરાગ બાજપેયીની નજર જયકુમાર પર પડી હતીઅને ફોટો પડતા જયને ઝડપી તેને પોલીસને સોંપ્યો હતો,પોલીસ તાપસમાં જાણ થઈ કે જય કુમાર ચશ્મામાં લાગેલા કેમેરાથી ફોટો ક્લિક કરી રહ્યો હતો.
ખુફિયા ચશ્માની ખાસિયત!
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં છુપીરીતે ભગવાન રામલલ્લા અને રામમંદિરના ફોટોગ્રાફ લેતા વડોદરાના જય કુમાર પકડાતા હવે આ યુવકના ખુફિયા કેમેરાની પણ ચર્ચા ખુબ થઇ રહી છે,ત્યારે જય કુમારે પહેરેલા સ્માર્ટ ચશ્માની ખાસિયત શું છે તે જાણવા જેવું છે,આ ચશ્માની તસવીર સામે આવી છે,જેના પરથી એમ કહેવાય છે કે,ચશ્માના ડાબા કાચના ખૂણામાં મેટાની નિશાની અને રે-બન લખેલું દેખાઈ રહ્યું છે.રેબને મેટા સાથે મળીને આ ગ્લાસ તૈયાર કર્યા છે, જેનું નામ રેબન મેટા વેફરેર છે. આ સ્માર્ટ ચશ્મામાં 12MPનો કેમેરા લાગેલા છે ચશ્માના બંને છેડે ખુફિયા કેમેરા છે. આ ચશ્મામાં વીડિયો કોલિંગની પણ સુવિધા મળે છે.આ ખૂફિયા ઓપ્ટિક કેમેરાથી ફોટા અને વીડિયો પણ રેકોર્ડ થઇ શકે છે.આ કેમેરાવાળા ચશમાની કિંમત જાણી આંખો ફાટીને રહી જશે આ ચશ્માની કિંમત લગભગ 25,000 રૂપિયા છે.
BY DIPAK KATIYA ON JANUARY 8 2025