Categories: Magazine

અયોધ્યામાં રામમંદિરના ફોટા ખેંચવા માટે ખૂફીયા કેમેરાનો ઉપયોગ!

અયોધ્યામાં રામમંદિરના ફોટા ખૂફિયા કેમેરામાં કેદ કરતો હતો વડોદરાનો યુવાન અને પછી..!

ઉત્તરપ્રદેશમાં એક તરફ મહાકુંભની તૈયારીઓ આખરી ચરણમાં છે ત્યાં બીજીતરફ અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે પણ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે તેવામાં ગતરોજ અયોધ્યામાં રામમંદિરના દર્શન માટે આવેલ એક યુવક ચશ્માંમાં લગાવેલા ખુફિયા કેમેરાથી રામ મંદિરના ફોટા લિરા રહ્યો હતો,ચશ્મામાં લગાવેલા ચૂપ કેમેરામાં મંદિરની અંદર ફોટોગ્રાફ લેતો યુવાન સુરક્ષા અધિકારીઓની ઝપટે ચઢી જતા યુવકનો ખુફિયા કેમેરાનો ભેદ ખુલ્યો હતો,સુરક્ષા અધિકારીઓએ યુવકની તાપસ કરતા યુવક વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું,વડોદરામાં રહેતો જય કુમાર હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને ઓસ્ટ્રેલિયાથી વડોદરા આવ્યા બાદ મિત્રના પરિવાર સાથે અયોધ્યા દર્શને ગયો હતો જ્યાં તેના ખુફિયા કેમેરા સાથેના ચશ્માનો ભાંડો ફૂટ્યો હતો.પોલીસે જયકુમારની અટકાયત કરી તાપસ હાથ ધરી હતી જોકે જય કુમારનો છુપી રીતે રામમંદિરના ફોટા લેવા પાછળ કોઈ ગુનાહિત ઇરાદો ન જણાતાં પોલીસે તેને મુક્ત કર્યો હતો.

મહાકુંભની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં તિર્થધામોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે,ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતો જય કુમાર ક્રિસમસના વેકેશનને લઇ ભારતમાં વતન વડોદરા ખાતે આવ્યો હતો,વડોદરા આવી જયકુમાર તેના મિત્ર તેમજ પરિવાર સાથે અયોધ્યામાં બનેલા ભવ્ય રામમંદિરના દર્શન માટે અયોધ્યા ગયા હતા દરમિયાન જાય કુમારે કેમેરાવાળા ચશ્મા પહેરી રામમંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસરના તમામ ચેકિંગ પોઈન્ટ પણ પાર કર્યા કરી રામમંદિરના ફોટોગ્રાફ લીધા હતા,જોકે મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા અધિકારીઓને જાયકુમારની હરકતો શંકાસ્પદ લગતા અને તેને મંદિરમાં ફોટોગ્રાફ્સ લેતા જોઈ પકડી પડયો હતો,જયકુનારને ફોટા લેતા પકડીને સુરક્ષા અધિકરીઓએ તુરંત જયકુમારને ગુપ્તચર એજન્સીને સોંપી દીધો હતો.જયકુમારે પહેરેલા ખૂફીયા કેમેરાવાળા ચશ્માની ફ્રેમની બંને બાજુએ કેમેરા લગાવ્યા હતા જેના વડે રામમંદિરના ફોટો પડવામાં આવ્યાં હતાં.રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ભંગથી પોલીસ અને સુરક્ષા એજન્સિઓ દોડતી થઇ ગઈ હતી.જોકે પોલીસ ટિપ્સ બાદ વડોદરાના જય કુમારની મુક્તિ થઇ હતી.

 સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં રામમંદિરની સુરક્ષા વ્યવસ્થા

અયોધ્યાના ભવ્ય રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકારની સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં છે.આ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને એસપીના ઓલરાઉન્ડર જવાનોનો સમાવેશ થાય છે.આ પહેલાં સીઆરપીએફની છ બટાલિયન અને પીએસની 12 કંપની રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું કામ સંભાળતી હતી.હાલ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક કેવી રીતે થઈ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે.સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સને અયોધ્યામાં રામલલાની સુરક્ષા સહિત રાજ્યના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે.

ફોટો ક્લિક કરતા જ લાઈટથી ભાંડો ફૂટ્યો

અયોધ્યાના ભવ્ય રામમંદિરના દર્શન દરમિયાન વડોદરાના જય કુમાર જાનીએ કેમેરાવાળા ચશ્મા પહેરી રામમંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ફોટોગ્રાફ લીધા હતા જોકે જય જેવો ફોટો ક્લિક કરવા માટે બટન દબાવતો તે વેળાએ જ ચશ્મામાં લાઇટ થતી હતી.અને આ કેમેરાની લાઇટને કારણે જય કુમારના ખુફિયા કેમેરાનો ભેદ સામે આવ્યો હતો લાઈટો પડતા જ સુરક્ષા અધિકારી અનુરાગ બાજપેયીની નજર જયકુમાર પર પડી હતીઅને ફોટો પડતા જયને ઝડપી તેને પોલીસને સોંપ્યો હતો,પોલીસ તાપસમાં જાણ થઈ કે જય કુમાર ચશ્મામાં લાગેલા કેમેરાથી ફોટો ક્લિક કરી રહ્યો હતો.

  ખુફિયા ચશ્માની ખાસિયત!

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં છુપીરીતે ભગવાન રામલલ્લા અને રામમંદિરના ફોટોગ્રાફ લેતા વડોદરાના જય કુમાર પકડાતા હવે આ યુવકના ખુફિયા કેમેરાની પણ ચર્ચા ખુબ થઇ રહી છે,ત્યારે જય કુમારે પહેરેલા સ્માર્ટ ચશ્માની ખાસિયત શું છે તે જાણવા જેવું છે,આ ચશ્માની તસવીર સામે આવી છે,જેના પરથી એમ કહેવાય છે કે,ચશ્માના ડાબા કાચના ખૂણામાં મેટાની નિશાની અને રે-બન લખેલું દેખાઈ રહ્યું છે.રેબને મેટા સાથે મળીને આ ગ્લાસ તૈયાર કર્યા છે, જેનું નામ રેબન મેટા વેફરેર છે. આ સ્માર્ટ ચશ્મામાં 12MPનો કેમેરા લાગેલા છે ચશ્માના બંને છેડે ખુફિયા કેમેરા છે. આ ચશ્મામાં વીડિયો કોલિંગની પણ સુવિધા મળે છે.આ ખૂફિયા ઓપ્ટિક કેમેરાથી ફોટા અને વીડિયો પણ રેકોર્ડ થઇ શકે છે.આ કેમેરાવાળા ચશમાની કિંમત જાણી આંખો ફાટીને રહી જશે આ ચશ્માની કિંમત લગભગ 25,000 રૂપિયા છે.

BY DIPAK KATIYA ON JANUARY 8 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…

1 day ago

વડોદરાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બજેટમાં નવા આયોજનો!

વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…

1 day ago

પાનનો રસિલો ઇતિહાસ પરંપરા, આયુર્વેદ અને સાંસ્કૃતિક મહત્વ

- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…

1 day ago

સમયના વહેણમાં બદલાયા કાંકરિયાના રૂપરંગ

પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…

3 days ago

વડોદરામાં પાર્કિંગ સમસ્યાનો ઉકેલ? ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી કેટલા પાણીમાં!

શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…

3 days ago

કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…

4 days ago