ફિલ્મ રિવ્યુ : શાહિદ કપૂર અભિનીત ફિલ્મ “દેવા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં
દેવા ફિલ્મ શુક્રવાર 31 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઇ ગઈ છે. શાહિદ કપૂર અને પૂજા હેગડે અભિનીત એક્શન-થ્રિલર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. તે ફિલ્મ થિયેટરો માં આવી ચૂકી છે. આ ફિલ્મ 12 વર્ષ પહેલા આવેલી ‘મુંબઈ પોલીસ’ની રિમેક છે આ ફિલ્મમાં શાહિદ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.આ ફિલ્મ મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝે ડિરેક્ટ કરી છે. મહત્વનું છે કે આ તેઓની બોલિવૂડ ડેબ્યુ છે.
દેવા એક એક્શન-થ્રિલર અને બદલાની સ્ટોરી છે. જેમાં શાહિદ કપૂરનો ધાંસુ, મગજ વાળો, સનકી ટાઈપ પોલીસ ના કેરેક્ટરમાં બતાવવામાં આવ્યો છે. જે અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કારણ કે તેની સ્ટોરી ખૂબ જ રસપ્રદ અને મનોરંજક હોવાનું કહેવાય છે. ફિલ્મની સ્ટોરી એક બળવાખોર પોલીસ ઓફિસર પર છે. આ પોલીસ અધિકારીને એક હાઈ-પ્રોફાઈલ કેસ ઉકેલવાનું કામ સોંપવામાં આવે છે. જેની તે તપાસ તેના અનોખા અંદાજ એટલેકે મારધાડ , સનકી , કાયદામાં નહીં પણ કાયદો હાથ લઈ ને . કારણ કે તે સનકી છે. તો અંતે કેસ ની તપાસ કરતાં કરતાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખતરનાક ષડયંત્ર બહાર આવે છે. જેમાં દેવા એટલે કે શાહિદ ખૂની સુધી પહોંચી જાય છે. એટલેકે તેને આરોપી ની નામની ખબર પડી જાય છે. પરંતુ યે કયા કહાની મે ટ્વીસ્ટ .. દેવાનો ભયંકર અકસ્માત થવા થી તેણી યાદાસ્ત જતી રહે છે. ત્યારે હવે દેવાને ફરીથી કેસ સોલ્વ કરવાનો છે અને ફરી ખૂનીને શોધવાનો છે. તો શું યાદશક્તિ ખોવાયેલો દેવ ફરીથી કેસ સોલ્વ કરી શકશે? શું એવું કંઈ થશે, કે જેનાથી આખી કહાની બદલાઈ જશે. એના માટે ફિલ્મ જોવી પડશે.
આ ફિલ્મમાં પૂજા હેગડેને ખુબ ઓછી સ્ક્રીન સ્પેસ આપી છે. ફિલ્મ માં ઓવરઓલ બંને ની કેમેસ્ટ્રી ને દર્શાવતું એક જ ગીત છે. જેમાં શાહિદ ની એનર્જી તો માનવી પડે. અને ડાંસ તો જોરદાર જ છે. કારણ કે શાહિદ ડાંસમાં તો માસ્ટર જ છે. જ્યારે પૂજા હમેશા ની જેમ ક્યૂટ અને બ્યુટીફુલ લાગે છે.
દેવા 84 કરોડના ખર્ચમાં બનેલી ફિલ્મ છે જે ફેન્સને પસંદ આવી રહી છે. જો કે ફિલ્મ માં ભરી ભરી ને વાયોલન્સ બતાવવામાં આવ્યું છે. રોમેન્ટિક પાર્ટ નથી. હા ! પણ એક્શન સાથે લાઇટ કોમેડી જોવા મળશે. જે ફિલ્મ ને હલકી ફૂલકી બનાવે કે. શાહિદ કપૂર કોઈ પણ રોલ માં છવાઈ જાય છે. તેમ દેવામાં પણ શાહીદે પોલીસ ઓફિસરના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે. શાહિદ ફિલ્મ ની જાન છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અદભુત છે, સિનેમેટોગ્રાફીની વાત આવે તો કેમેરા મુવમેન્ટસ અને વિઝ્યુઅલ બન્ને જોરદાર છે. જેથી દર્શકોને મજા પડશે. અંતે સાઉથ ફિલ્મ ચાહકો ને આ ફિલ્મ ચોક્કસ થી ગમી શકે છે.
Be First to Comment