એમ.એસ.યુનિ. : કેમ વીસી વિજય શ્રીવાત્સવ 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા?
વડોદરામાં આવેલ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. રાજકીય અખાડો બની ને રહી ગઈ છે,જેના પરિણામે આજે એમ.એસ.યુનિ.ના શિક્ષણનું સ્તર પણ કથળ્યું છે.યુનિ.ના સંચાલન અને વહીવટમાં રાજકીય દખલઅંદાજીના વધતા ચલનને કારણે નામના પ્રાપ્ત યુનિ. વિવાદોને જ જન્મ આપતી રહી હોવાનું લાગે છે,ત્યારે છેલ્લા બે અઢી વર્ષથી વિવાદોનું કેન્દ્ર બની રહેલા એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાત્સવની વિદાય પણ હવે વિવાદિત બની રહી છે,મ.એસ.યુનિ.ના વીસીએ કેમ અચાનક અધવચ્ચે રાજીનામુ આપી દેતા અનેક અટકળો અને તર્કવિતર્ક થઇ રહ્યા છે.વડોદરામાં છેલ્લા બે દિવસથી વીસીની અણધારી વિદાય ચર્ચામાં છે,યુનિ.ના વાઇસ ચાન્સસેલરનું પદ ગ્રહણ કર્યું ત્યારથી જ વાઇસ ચાન્સેલર વિસજય શ્રીવાત્સવની લાયકાતનો વિવાદ ચાલતો આવે છે.વાઇસ ચાન્સેલરની લાયકાત ન હોવા છતાંય વિજય શ્રીવાત્સવને વીસી બનાવી દીધા હોવાની વાતો ખુબ ચગી હતી જોકે આ મામલે યુનિ.ના જ એક પ્રોફેસરે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને વીસીની લાયકાત મામલે હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ પણ કરી હતી,દરમિયાન ગતરોજ આ પીઆઈએલની સુનવણી હતી જોકે હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન વીસી વિજય શ્રીવાત્સવના રાજીનામાના બૉમ્બ ફૂટ્યો હતો.આમ તો ફેબ્રુઆરી – 25માં વિજય શ્રીવાત્સવનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો,પરંતુ કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ વીસીના રાજીનામાને લઇ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે,યુનિ.ના સૌથી વધુ વિવાદીત વીસીનો વિરોધ કરતા યુનિ.ના પ્રોફેસરની લડત રંગ લાવી હોવાનું યુનિ.સાથે જોડાયેલા લોકો માની રહ્યા છે.
એમ.એસ.યુનિ.ના વીસીએ કેમ અચાનક અધવચ્ચે રાજીનામુ આપ્યું હતું? તેવા અનેક સવાલોનો જવાબ કદાચ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાત્સવ પાસે હશે પણ વીસીની અણધારી વિદાય બાદ અનેક વાતો ચર્ચામા જોર પકડી રહી છે,જેમાં હાઇકોર્ટમાં પીઆઈએલની સુનાવણી દરમિયાન વિવાદાસ્પદ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાત્સવના રાજીનામુ એટલે આપ્યું છે કે સત્ય કદાચ બહાર આવી શકે તેમ હતું,અને જતા પહેલા આ સત્યથી વીસી સાહેબની ઇમેજ વધુ ખરડાય તેવો પણ ડર કદાચ રહ્યો હશે એટલે વીસીએ ઝોલો ઉઠાવી કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ ચાલતી પકડી લીધી હોવાનું મનાય છે. વીસી વિજય શ્રીવાત્સવના સમયમાં યુનિ.મી પ્રતિષ્ઠાનો ગ્રાફ ખુબ નીચો ઉતર્યો હતો અને શિક્ષણનું સ્તર પણ ઘટ્યું હતું તે હકીકત છે.વીસી વિજય શ્રીવાત્સવ માત્ર વિવાદોનો પર્યાય બની રહ્યા હતા.સેનેટ સભ્ય હોય કે સિન્ડિકેટ સભ્યમાં મોટાભગના સભ્યો સાથે વીસીના વિવાદના દાખલાઓ છે,કોઈ વીસીની વિદાય થાય અને ફટાકડા ફૂટે તેવું યુનિ.કદાચ પહેલીવાર જોયું હશે!
સરકારે રાજીનામુ લખાવી લીધું?
વિવાદિત વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાત્સવના રાજીનામાં મામલે ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે એવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે કે, વિજય શ્રીવાત્સવ સામે કરવામાં આવેલ પિટિશનમાં ભાંડો ફૂટતા જ સરકારે વીસીને રાજીનામુ આપવા ફરજ પડી હતી.આમ પણ આગામી મહિને વીસીની વિદાય નિશ્ચિત હતી તેવામાં વીસીને વહેલી વિદાય આપી સરકારે ભૂલ સુધારી હોવાનું પણ મનાય છે.ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી 2022માં એમ.એસ.યુનિ.ના વાઈસ ચાન્સેલર તરીકે વિજય કુમાર શ્રીવાત્સવની વરણી કરી હતી,જોકે વરણી સમયે જ વિજયકુમારની નિમણૂંક ગેરકાયદે થઈ હોવાની બૂમો ઉઠી હતી.સામાન્યતઃ વાઈસ ચાન્સલેર તરીકે કોઈપણ પ્રોફેસરને 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે પણ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ પાસે આ અનુભવ ન હતો તેમ મનાય છે.વિજયકુમાર શ્રીવાસ્તવ યુજીસીમાં સભ્ય પણ ન હતા છતાંય તેઓની વરણીએ ખુબ ચર્ચા જગાવી હતી.
એક પ્રોફેસરની લડત રંગ લાવી..!
એમ.એસ.યુનિ.ના વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાત્સવના રાજીનામાં પાછળ યુનિ.ના એક પ્રોફેસરની મજબૂત અને મક્કમ લડત પણ કારણભૂત હોવાનું મનાય છે,યુનિ.ના પ્રોફેસર સતીશ પાઠકે વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાત્સવની નિમણૂકને હાઇકોર્ટમાં પડકારી હતી અને તેઓની પિટિશનની સુનાવણીમાં જ વીસીના રાજીનામાની વાત બહાર આવી હતી,વીસીના રાજીનામા બાદ સતીશ પાઠકે મીડિયાને જણાવ્યું છે કે, વીસીના રાજીનામાથી વાત અટકાવી ન જોઈએ,વાઇસ ચાન્સેલરને આપવામાં આવેલ તમામ સન્માન અને એવોર્ડ પણ પરત લેવામાં આવવા જોઈએ.તેમજ વાઈસ ચાન્સલેર બન્યા બાદ વિજય શ્રીવાસ્તવે કરેલા તમામ વિદેશ પ્રવાસ ખર્ચ પણ તેમની પસે જ વસુલવામાં આવે.
હવે કોણ બનશે યુનિ.ના વીસી!
વડોદરાની એમ.એસ.યુનિ.માં 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પહેલા જ વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાત્સવના રાજીનામા બાદ હાલ ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના ડીન ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી બનવવામાં આવ્યા છે,આગામી ફેબ્રુઆરીમાં નવા વીસીની વરણી થશે ત્યાં સુધી ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી બની યુનિ.નો કારભાર સાંભળશે જોકે નવા વીસીની પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે,અનેક લોકોએ વીસી બનવા માટેની દાવેદારી કરી છે,ત્યારે આ દાવેદારોમાંથી કોઈનું નામ આવે છે કે સરકાર કોઈ માથાને યુનિ,ના માથે મૂકે છે તે જોવું રહ્યું.વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાત્સવના સમયમાં ખુબ વિવાદો રહ્યા હતા,યુનિ.નો વહીવટની સાથે શિક્ષણની વ્યવસ્થાઓ પણ ખોરવાઈ હતી ત્યારે નવા વીસી એવા આવે કે ફરી વિશ્વ એમ.એસ.યુનિ.નું નામ બોલતું થઇ જાય!
BY DIPAK KATIYA ON JANUARY 9, 2025