Categories: Magazine

‘બજેટ ના બ્રિજ’ કાગળમાંથી ક્યારે જમીન પર ઉતરશે ?

રેલવે ગરનાળા નજીકથી કાલાઘોડા થઇ જેલરોડ સુધી 300 કરોડના બ્રિજની જાહેરાત શું હવા હવાઈ જેવી થશે?

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી એટલે બજેટમાં બ્રિજનું કામ સમાવી દેવાયું હોવાનો જાણકારોનો મત.બુલેટ ટ્રેનના પિલરો વચ્ચેથી પસાર થશે ફોર લેન બ્રિજ.

બ્રિજ બનતા 3 થી 4 વર્ષ લાગી શકે છે?

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2024 અને 2025નું રિવાઇઝડ બજેટ તેમજ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું,અને આ બજેટ પર સ્થાયી સમિતિમાં ચર્ચા પણ શરૂ થઇ છે.વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વડોદરામાં વિકાસને રફ્તાર મળે તે માટે 6200 કરોડથી વધુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે,વડોદરાના રસ્તાઓની પહોળાઈ, સફાઈ, દબાણમુક્તિ, આરોગ્ય સુવિધાઓ, પાણીની સમસ્યાઓ અને અન્ય વિકાસલક્ષી મુદ્દાઓનો બજેટમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે.ખાસ કરીને બજેટમાં વડોદરામાં વિકરાળ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રોડ રસ્તાઓ સાથે 4 જેટલા બ્રિજની પણ જાહેરાત કરવામાં આવી છે. 4 બ્રિજમાં સ્ટેશન ગરનાળાથી ડેરીડેન થઇ કાલાઘોડા થઇ જેલરોડ સુધીના બ્રિજની પણ ઘોષણા કરવામાં આવી છે,આ બ્રિજની જાહેરાત સાથે જ અનેક સવાલો સાથે ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે આ બ્રિજ ક્યારે બનશે તેને લઇ અનેક તર્ક વિતર્કો ચર્ચામાં છે,જાણકારો મત મુજબ બ્રિજ આડે અનેક અવરોધો છે સૌથી પહેલો રેલવેની સૈધ્ધાંતિક મંજૂરી!(વડોદરાના અનેક બ્રિજની કામગીરી રેલવેની મંજૂરીના અભાવે લટકી પડી હોવાના ભૂતકાળના દાખલા છે) બીજો બુલેટ ટ્રેનની કામગીરી (હજી પણ વડોદરા વિભાગમાં રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનની કામગીરી બાકી છે) ત્રીજું પાલિકાનો રેકોર્ડ છે કે બ્રિજના કોઈ કામ સમયસર પુરા થયા નથી ઉદાહરણ તરીકે અટલ બ્રિજ બનતા વર્ષો વીતી ગયા હતા ત્યારે આ બ્રિજ તો હજુ બજેટમાં મુકાયો જ છે જયારે જાણકારોના મતે સ્ટેશન ગરનાળાથી જેલ રોડ સુધીઓ 4 લેન બ્રિજ પાલિકા માટે ખુબ મોટો પડકાર છે,તેમજ વડોદરાને શહેરી વિસ્તારને જોડાતા બ્રિજની કામગીરી શરુ કરવામાં આવે તો લોકોને ખુબ જ અગવડતાઓનો સામનો કરવો પડી શકે છે.સ્ટેશન વિસ્તારના વેપારીઓના ધંધા રોજગાર પણ અસર થઇ શકે તેમ હોય ચૂંટણી વર્ષમાં કદાચ સત્તાધીશો આ જોખમ લેવાનું ટાળી શકે છે જો એમ થાય તો બ્રીજનું કામ કદાચ ચૂંટણી પછી જ શરુ થઇ શકે છે.ત્યારે આ બ્રિજ બનતા ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ લાગી શકે છે.

વડોદરાને પૂર્વ થી પશ્ચિમ સાથે જોડાતું રેલવે ગરનાળું ચોમાસા દરમિયાન થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવામાં આવે છે,જેના પરિણામે વાહનચાલકોને ખુબ આપદા પડે છે,દર વર્ષે એક ની એક સમસ્યાના કાયમી નિવારણ માટે પાલિકાએ સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનાવવાનો ઈલાજ શોધ્યો છે,આમ પણ શહેરનો વ્યાપ વધતા ટ્રાફિક વધ્યું છે વાહનો વધ્યા છે જેને લઇ ટ્રાફિકની સમસ્યા પણ વધુ ને વધુ જટિલ બની રહી છે,સ્ટેશન વિસ્તાર વડોદરાનો હાર્દ સમાન વિસ્તાર છે અહીં રેલવે સ્ટેશન,બસ ડેપો સીટી બસ સ્ટેશન સહીત હોટલ વેપાર ધંધાઓ વધુ છે જેથી અહીં વધુને વધુ લોકો આવતા હોય છે તેવામાં સ્ટેશન ગરનાળાથી કાલાઘોડા અને જેલરોડ સુધીઅંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા મ્યુ.કમિશનરે બજેટમાં સૂચિત કર્યું છે,આ બ્રિજની ડિઝાઇન પણ લગભગ ફાઇનલ છે અને જેતે સમયે આ ડિઝાઇનને જાહેર પણ કરવામાં આવી હતી.300 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજ બુલેટ ટ્રેનના પીલરો વચ્ચેથી નીકળશે,એટલે કે જો બ્રિજ બને તો ઉપર બુલેટ ટ્રેન દોડશે અને તેની નીચે ફોર લેન બ્રિજ પર વાહનો દોડશે,જયારે આ બ્રિજની નીચે રેલવેની ટ્રેનો ચાલશે! ગરનાળું પણ જો ચાલુ રાખવામાં આવે તો ગરનાળામાં સ્ટેશન જતો ટ્રાફિક ચાલશે! એટલે આ બ્રિજ બને તો એ વડોદરાનો પહેલો એવો બ્રિજ હશે કે જ્યાંથી ટ્રેન-બુલેટ ટ્રેન અને વાહનોની અવર જવર થતી જોવા મળશે.બ્રિજની જાહેરાત બાદ હવે તેના પડકારોને લઇ ચર્ચાઓ છે,પાલિકાના મ્યુ.કમિશનરે બજેટમાં બ્રિજ તો સૂચિત કરી દીધો પણ બ્રિજ ક્યાં સુધી બનશે?કેટલા વર્ષે બનશે?કેવી રીતે બનશે તેના પર વિસ્તૃત જાણકારી આપી નથી કદાચ! બ્રિજની જાહેરાત સાથે રેલવે ની સૈધ્ધાંતિક મંજુરી માટેનો ‘જો અને તો’ નો ટેગ જરૂર લગાવી દીધો હોવાનું મનાય છે.કેટલાક જાણકારોના મતે હાલ તો બ્રિજની જાહેરાત ‘હવા હવાઈ’ જેવી જ લાગે છે? શું મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતને કારણે પણ આ બજેટમાં આ બ્રિજને સમાવી લેવાયો હશે? એટલે જ એમ કહેવાય છે કે,’બજેટ ના બ્રિજ’ ને કાગળ પરથી જમીન પર ઉતારતા કેટલા દિવસો લાગશે?

— બીજા ત્રણ બ્રિજની પણ બજેટમાં ભલામણ

વડોદરાની હદમાં લગભગ 25 ટકાનો વધારો થયો હોવાનું અનુમાન છે જેને પગલે વાહનોની સંખ્યા પણ વધી છે અને ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે,તેવામાં વડોદરા શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ ખોરવાયું છે,ખાસ કરીને પીકઅપ અવર્સમાં વડોદરામાં અનેક રસ્તાઓ એવા છે જ્યાં કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ બની રહે છે.ટ્રાફિકના વધતા ભારણનો ઈલાજ પાલિકાના મતે કદાચ બ્રિજ છે અને એટલે વડોદરાના બજેટમાં મ્યુ.કમિશનર દિલીપ રાણાએ પણ એકસાથે ચાર ચાર બ્રિજની સૂચિત ભલામણ કરી હશે! મ્યુ.કમિશનર દિલીપ રાણાએ બજેટમાં સૂચિત કરેલા બ્રિજ પર નજર કરીએ તો સૌથી મોટો બ્રિજ રેલવે ગરનાળાથી કાલાઘોડા થઇ જેલરોડ સુધીનો છે,આ ઉપરાંત ભાયલી સ્ટેશનથી અટલાદરા સ્વામી નારાયણ મંદિરથી કલાલી તરફના રસ્તે પણ 90 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની ભલામણ છે,તો રેલવે વિભાગ સાથે કોસ્ટ શેરિંગ બેઝ પર ગોરવા કરોળિયા LC 238થી પૂર્વ તરફ છાણી રોડને જોડતા રસ્તા પર આવતા બાજવા છાયાપુરી બાયપાસ લાઈન તેમજ ગોધરા લાઈન પરના વોટર વે ના નાળા પર 45 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ નું આયોજન છે તો અશ્વમેઘ એવન્યુથી બ્રોડ વે પ્રાઇડ તરફ વરસાદી ચેનલ પર 3 કરોડના ખર્ચે કલવર્ટનું પણ આયોજન બજેટમાં સૂચિત કરવામાં આવ્યું છે.અલબત્ત ટ્રાફિકના ભારણનો ભાર ઘટાડવા પાલિકાનો સહારો ‘બ્રિજ’ છે પણ બ્રિજ ક્યારે બનશે? તે મોટો સવાલ છે અને બ્રિજ બનશે ત્યાં સુધી ટ્રાફિકનું ભારણ પણ વધશે તે ચોક્કસ છે.

— બજેટમાં બ્રિજના કામો રિપીટ થતા પણ જોવા મળે છે?

અલકાપુરી ગરનાળાથી ડેરીડેન થઇ કાલાઘોડા થઇ જેલરોડ સુધીના બજેટમાં સૂચિત સંયુક્ત બ્રિજ ને બનતા લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગી શકે છે,300 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનો સમાવેશ મ્યુ.કમિશનર દિલીપ રાણાએ સૂચિત બજેટમાં કર્યો છે,જોકે સ્થાયી સમિતિ અને સભામાં બજેટમાં કેટલા ફેરફાર સાથે મંજુર થાય છે તેના પર સૌની નજર છે,ત્યારે મ્યુ.કમિશ્નરે સૂચિત કરેલ આ બ્રિજને જો મંજૂરી મળે તો પણ તબ્રિજની કામગીરી આ વર્ષે શ્રું થાય તેવી શક્યતા ખુબ ઓછી છે? આવા સંજોગોમાં એમ કહેવાય છે કે,પાલિકાના આવનારા બજેટમાં પણ કદાચ સૂચિત બ્રિજ રિપીટ થઈ શકે છે! આમ પણ વડોદરામાં ભૂતકાળમાં રજુ થયેલા બજેટમાં એક ના એક કામ ફરી રિપીટ થતા જોવા મળ્યા છે.કહેવાય છે કે,વાસણા-ભાયલીનો ઓવર બ્રિજ પણ ઘણા વર્ષોથી બજેટમાં રિપીટ થતો આવ્યો હતો,અને હવે જતા તેના કામનું મુહૂર્ત આવ્યું છે.એ જ પ્રમાણે સમા તળાવ પર બ્રિજની અનેક દરખાસ્તો બાદ ગત વર્ષના અંતે બ્રિજની કામગીરી શરુ થઇ હતી.એટલે ચર્ચા છે કે રેલવે ગરનાળા બ્રિજના કિસ્સામાં પણ શું એવું બને છે?

 

— સ્ટેશન પર સ્ટ્રક્ચરોની સંખ્યા વધશે ?

સ્ટેશન ગરનાળા બ્રિજની સૂચિત ભલામણને લઇ અનેક વાતો સામે આવી રહી છે,રેલવે ગરનાળાનો બ્રિજ સરકીટ હાઉસથી શરુ થશે અને ડેરીડેન થઈ કાલાઘોડા થઇ જેલરોડ સુધી પોહોંચશે.આ ફોર લેન બ્રિજ માટે આ માર્ગ પર અનેક મજબૂત સ્ટ્રક્ચરો ઉભા કરવામાં આવશે,જોકે રેલવે ગરનાળા પાસે ઓલરેડી બુલેટટ્રેન પસાર થવાની હોવાથી અહીં બુલેટ ટ્રેન માટેના તોતિંગ સ્ટ્રક્ચરો ઉભા કરવામાં આવનાર છે,બુલેટ ટ્રેનની નીચેથી જ સૂચિત ફોર લેન ઓવરબ્રિજ નીકળવાનો છે એટલે બુલેટટ્રેનના સ્ટ્રક્ચરોની આસપાસ આ બ્રિજના પણ સ્ટ્રક્ચરો ઉભા કરવામાં આવી શકે છે.આમ સ્ટેશન વિસ્તારમાં ભવિષ્યમાં સ્ટ્રક્ચરોની ભરમાર જોવા મળી શકે છે.

BY DIPAK KATIYA ON JANUARY 31, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

2 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

3 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

5 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

5 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

6 days ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

6 days ago