વડોદરા ભાજપ પ્રમુખ :બે ની લડાઈમાં ત્રીજો ફાવી શકે છે?
વડોદરામાં વર્ચસ્વની લડાઈ હવે ઈગો પર આવી ગઈ છે,બે જૂથો વચ્ચે સત્તા માટે ખેંચતાણ શરૂ થઇ છે,આ જૂથવાદને કારણે વડોદરા ભાજપના નેતાઓથી મોવડી મંડળ પણ નારાજ હોવાની વાત સામે આવી છે,મોવડી મંડળના અનેક પ્રયાસો વચ્ચે પણ ભાજપમાં ચાલતો આંતરિક ડખો શાંત થવાનું નામ લેતો નથી,તાજેતરમાં એક હોટલમાં એક જૂથના એક ગેટ ટુ ગેધરના ક્રાયક્રમે ભાજપમાં બધું બરાબર ન હોવાનું ખુલી ને સામે આવ્યું હતું જોકે પ્રદેશ કક્ષાએ રજુઆત બાદ મામલો શાંત થયો હતો.જોકે ફરી પ્રમુખ પદની ચૂંટણીને લઇ વડોદરામાં ચાલતો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હતો.બે જૂથોના અનેક નેતાઓએ અને હોદ્દેદારોએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી પ્રમુખ બનવાની રેસમાં આવ્યા છે,વર્તમાન પ્રમુખ વિજય શાહે બીજી ટર્મ માટે ઉમેદવારી કરી વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે પાર્ટી ફરી મોકો આપશે,તો વિજય શાહ વિરુધ્ધના જૂથના અનેક નેતાઓએ પણ ઉમેદવારી કરી પ્રમુખ બનવા માટે લાઈનમાં લગાવી દીધી છે ત્યારે બે ની લડાઈમાં ત્રીજો ફાવી શકે છે?તેવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે,આમ તો વર્તમાન પ્રમુખ ડો.વિજય શાહની સાથે સાથે જીગર ઇનામદાર,ગોપી તલાટી પૂર્વ મેયર ડો,જિગીષાબેન શેઠ,સુનિલ સોલંકી,જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલ સહીત 44 જેટલા દાવેદારોએ દાવેદારી કરી છે એટલે આ દાવેદારોમાંથી કોઈનું નામ પસંદ થાય છે કે પછી કોઈ એવો બિન વિવાદિત નવો ચહેરો વડોદરા ભાજપને પ્રમુખ તરીકે મળે છે તે તો આવનાર સમયમાં ખબર પડશે પણ વડોદરાના રાજ્કીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ મુજબ 44 પૈકી વિજય શાહ અને જીગર ઇનામદાર પ્રબળ દાવેદાર મનાય રહ્યા છે.
— જિલ્લા પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો
વડોદરા શહેર જેવા જ હાલ વડોદરા જિલ્લા ભાજપના છે,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે પણ 55 ઉપરાંત દાવેદારોએ દાવેદારી નોંધાવી છે આ દાવેદારોનું લાંબુ લચક લિસ્ટ પણ સામે આવ્યું છે,વડોદરા જિલ્લાના મોટાભાગના નેતાઓ પ્રમુખ બનવાની દોડમાં લાગ્યા છે.ત્યારે હવે જિલ્લા ભાજપ પ્રમુખના નામની પસંદગી મોવડીઓ માટે પણ માથાના દુખાવો બની શકે છે.નવા જિલ્લા પ્રમુખના નામ પર હવે ધારાસભ્યો,સાંસદ અને સંધની સર્વ સંમતિ બાદ મોહર લાગશે
BY DIPAK KATIYA ON JANUARY 8, 2025
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…
પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…
શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…