બજેટમાં રોડ પર ‘ભાર’ પણ કેટલો પૂરો થશે?
વડોદરામાં 12 જેટલા રોડ બજેટમાં મુકવામાં આવ્યા.સ્માર્ટસીટી વડોદરામાં રોડના કામો સ્માર્ટ થતા નથી?
આમ તો વડોદરા શહેરની ગણતરી સ્માર્ટ સીટીમાં થાય છે,પરંતુ વડોદરાનો વહીવટ સ્માર્ટ નથી એટલે રોડના કામોમાં જોવા મળતું સ્માર્ટવર્ક ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય થી જતું હોવાનું મનાય છે,સ્માર્ટ સીટીમાં પલિકાનો વહીવટ સ્માર્ટ નથી તેના પુરાવાઓ રોજબરોજની ઘટનાઓ અને કિસ્સાઓમાં દેખાય આવે છે,ખાસ કરીને રોડ-રસ્તાના કામોમાં સ્માર્ટસીટી જેવું કામ જણાતું નથી? કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવે છે પરંતુ વર્ષે દહા’ડે કેટલાય રોડ ભંગાર બની રહેતા હોવાની પણ બૂમો ઉઠતી રહે છે,તેવામાં વર્ષ 2025 -26ના બજેટમાં એકવાર રોડના કામો પર પણ ‘ભાર’મુકવામાં આવ્યો છે,વડોદરા મહાનગર પાલિકાના મ્યુ.કમિશનર દિલીપ રાણાએ બજેટમાં વધુ 12 જેટલા રસ્તાઓ બનાવવાની દિશામાં આયોજન કર્યું છે,વડોદરાનો વ્યાપ અને વિસ્તાર વધતા નવા વિસ્તારોને રોડ કનેક્ટિવિટીથી જોડાવાનો પ્રયાસ બજેટમાં દેખાય રહ્યો છે,અને આ ઉદેશને સાર્થક કરવા માટે રોડના કામો પણ મોકવામાં આવ્યા છે,જોકે પાલિકાના મ્યુ.કમિશનર દ્વારા રોડના કામો પર મુકવામાં આવેલ ભાર પાલિકા કેટલો ખમી શકે છે તે તો સમય આવે ખબર પડશે,પણ સવાલ એ છે કે,બજેટમાં મુકવામાં આવેલ આ રોડમાં કામો થાય છે કે પછી બજેટમાં જ રહી જાય છે?બજેટમાં રોડ બજેટ પૂરતા સીમિત ન રહી જમીન પર ઉતરે તો કેટલીક રોડ સમસ્યાઓમાં રાહત પણ મળી શકે છે.ખેર રોડના કામોની ગુંણવતા સૌથી મોટો સવાલ છે,વડોદરામાં બનેલા અનેક રોડ તકલાદી હોવાને લઇ વેરાના પૈસાનો વેડફાટ બન્યા છે.રોડના કામો સમયે હંમેશા સવાલો ઉઠતા રહે છે ત્યારે રોડની કામગીરી પર મહાનગર પાલિકાના વહીવટી તંત્રથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ધ્યાન રાખવું જરૂરી છે,રોડના કામોમાં જો કટકીની જ અપેક્ષાઓ હશે તો વડોદરાના રોડ કયારેય સ્માર્ટ નહીં બની શકે આ નર્યું સત્ય છે.
— ક્યાં ક્યાં બનશે નવીન રોડ..
વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં 12 જેટલા નવીન રોડના કામો મુકવામાં આવ્યા છે,કરોડોના આ રોડના કામોમાં બજેટમાં મુકાયા છે અને તેને પુરા કરવાનો દાવો કરવામાં આવ્યો છે.ત્યારે બજેટમાં મુકવામાં આવેલ વિવિધ રોડના કામો આ મુજબ છે.
-ગબ્બર એપાર્ટમેન્ટ કારેલીબાગથી પાણીની ટાંકીના રોડની બંને બાજુના પેવરબ્લોક ૬ કરોડના ખર્ચે આર સી સી સાથે નવિન કરવાનું કામ
-તોપ સર્કલ થી લાલબાગ બ્રીજ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનું કામ
-સમા -હરણી લીંક રોડ પર ચેતક બ્રીજથી ડમરૂ સર્કલ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે વાઇડનીંગ કરી કાર્પેટ, બી.સી. સીલકોટ કરવાનું કામ
-કમલાનગર તળાવથી દર્શનમ હાઇવ્યુ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-પંચશીલ ત્રણ રસ્તાથી નટવરનગર ત્રણ રસ્તા સુધીનો રસ્તો ૩.૭૦ કરોડના ખર્ચે રી-સરફેસીંગ કરવાનું કામ
-અટલાદરા BAPS હોસ્પિટલથી સ્વામીનારાયણ મંદિર થઇ સમન્વય સ્ટેટસ થઇ બિલ ચોકડી સુધીના અટલાદરા-પાદરા મેઇન રસ્તો ૮ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-બિલ ચોકડીથી ચાપડ VMCની હદ સુધી રસ્તો ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-૭૫ મીટર રીંગરોડને જોડતાં અંકોડિયા તરફનાં VMC લીમીટ સુધીનાં લીંકરોડ ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-૭૫ મીટર રીંગરોડને જોડતાં ચાપડ-તલસટ તરફનાં VMC લીમીટ સુધીનાં લીંકરોડ ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-દરબાર ચોકડીથી બાહુબલી સર્કલ સુધીનો રસ્તો ૪ કરોડના ખર્ચે વાઇડનીંગ કરી ફુટપાથ સહ બનાવવાનું કામ
-તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીનો રસ્તો ૪ કરોડના ખર્ચે ફુટપાથ સહ વિકસાવવાનું કામ
-ઇવા મોલ સર્કલ થી કંચનભગત બાગ સુધીનો રસ્તો ૩ કરોડ રીસરફેસીંગ કરવાનું કામ
— વડોદરામાં બીજા 5 પુલ બનશે
– ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે 90 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવાનું કામ
-રેલ્વે વિભાગ સાથે કોસ્ટ શેરીંગ બેઝ પર ગોરવા કરોડિયા LC.238 થી પુર્વ તરફ છાણી રોડને જોડતાં રસ્તા પર આવતા બાજવા-છાયાપુરી બાયપાસ લાઈન તથા વડોદરા ગોધરા લાઇન ઉપરના વોટર-વે નાળા ઉપર રેલ્વે ઓવર બ્રીજ રૂ. ૪૫ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી
-અશ્વમેધ એવન્યુથી બ્રોડ વે પ્રાઈડ તરફ આવેલ વરસાદી ચેનલ ઉપર રૂ. ૩ કરોડના ખર્ચે કલ્વર્ટ
—રોડ એટલા તકલાદી બને છે કે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે.
વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં રોડના કામો પર ભાર મુકવામાં આવ્યું છે અને બજેટમાં 12 જેટલા રોડના કામો પણ મુકવામાં આવ્યા છે જોકે રોડના કામોમાં ચાલતી ગોબાચારીને કારણે વડોદરા શહેરમાં રોડ એકાદ વર્ષમાં તો ભંગાર બની જાય છે,આવા અનેક રોડ વડોદરામાં બન્યા પછી વિવાદોમાં આવ્યા છે,ચોમાસા દરમિયાન વરસાદમાં રોડના પોપડા ઉખડી જાય છે.કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તાઓ ઠેર ઠેર તૂટી જતા હોય છે,એટલે રોડ બનવ્યા બાદ ખાડા પૂર્વ પેચવર્ક કરવાનો ખર્ચ પણ પાલિકાની તિજોરી પર પડે છે.જાણવા મળ્યા મુજબ પેચવર્ક પાછળ દરવર્ષે 2 થી 3 કરોડનો ખર્ચ થતો હોય છે એટલે રોડના કામોમાં ગેરરીતિ વડોદરાને મોંઘી પડે છે ત્યારે આ બજેટમાં મુકવામાં આવેલ રોડના કામોમાં ગોબાચારીની સંભવના ઘટે અને રોડ મજબૂત બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
— રોડ પર ભૂવાઓ ધુણતા ક્યારે બંધ થશે?
વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…
મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ. …
"જેલ" એક અલગ દુનિયા સાંભળતા જ ડરામણો લાગતો શબ્દ "જેલ"ની વાસ્તવિકતા જેલના દ્રશ્યો ફિલ્મો…
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…