વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે આખરે જય પ્રકાશ સોનીના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેન્ડા વહેચી ખુશી વ્યક્ત કરી હતી. વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી. ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા. જેમાં ૪૪ થી વધુ કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા.
– ડૉ . વિજયશાહે જયપ્રકાશની દરખાસ્ત મુક્તા સાંસદ , ધારાસભ્યનો ટેકો
– જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન મજબૂત કરીશ : ડૉ .જયપ્રકાશ સોની
વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડૉ .જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, મારી અધ્યક્ષ તરીકે નિમણુંક થતા સહુ કોઈનો આભાર માનું છું અને કાર્યકર્તા તરીકે કાર્યકર્તાઓને વિશ્વાસ આપું છું કે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન મજબૂત કરીશ. સહુને સાથે રાખી વડોદરાને ઉચ્ચતમ સ્થળે લઇ જવા પ્રયાસ રહેશે. જયારે ડૉ . વિજય શાહે જણાવ્યું હતું કે, સર્વ સંમતિ સાથે નિમણુંક તથા અભિનંદન પાઠવું છું મને વિશ્વાસ છે મારાથી વધુ સારું કાર્ય કરશે. આ ઉપરાંત અન્ય હોદેદારો તથા કાર્યકર્તાઓએ પણ નિર્ણયને વધાવ્યો છે.
– જાણો કોણ છે ડૉ. જય પ્રકાશ સોની
– કાર્યકર્તાઓમાં ચૂંટણી પ્રક્રિયાનું નાટક કર્યું હોવાની ચર્ચા
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા ભાજપમાં અલગ-અલગ જૂથો દ્વારા પોતાના માનિતાના નામ ચલાવવામાં આવતા હતા, તેમાંથી એક પણ કાર્યકર્તાનું નામ આવ્યું નહીં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈ નામ નહિ આવતા કાર્યકર્તાઓને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં રહી હતી
– બે મહિનાથી પ્રમુખના નામની અટકળોનો અંત
વડોદરા શહેર – જિલ્લાના પ્રમુખની નિમણૂંકને લઇ ભાજપામાં ધમાસાણ ચાલી રહ્યું હતું. સંગઠનોમાં પડેલા જૂથોમાંથી રોજ નવા નામો ઉછાળવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે ભાજપામાં ચાલતી જૂથબંધી વચ્ચે અનેકના પેચ કાપી શહેરના પ્રમુખ પદે ર્ડા .જયપ્રકાશ સોનીની નિમણુંક થવા પામી છે. શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ અને જિલ્લા ભાજપા પ્રમુખ સતિષ પટેલ (નિશાળિયા)પ્રમુખ પદે રિપીટ ન થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી જૂથો સક્રિય બની ગયા હતા. ભાજપના ક્લસ્ટર ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ વડોદરા મહાનગર ના નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદના નિમણૂકની જાહેરાત કરી છે.
– ભાજપના જિલ્લા – શહેર પ્રમુખોની યાદી જાહેર
ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી . આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ભાજપે હોળાષ્ટકમાં શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવાનું શરૂ કર્યું હતું. પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ કુમરતામાં થશે? તેવી ચર્ચા છે.
BY KALPESH MAKWANA ON 6TH MARCH, 2025
હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…
જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…
સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…
૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…
રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…
હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…