Categories: Magazine

ફાયરકર્મીઓને વધારાના કામનું ભારણ, ફાયર સ્ટેશનો, વાહનો ,કર્મીઓ અપૂરતા

વડોદરાના ફાયરખાતાની વેદના

04 લાખની વસ્તીએ 432 કર્મચારીઓ હતા, હવે 23 લાખ સામે માત્ર 300

વડોદરા જિલ્લામાં આગ ,અકસ્માત , કુદરતી-કૃત્રિમ આપદાઓમાં સંદેશો મળતાની સાથે જ પોતાના જીવની અને પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત સતત દોડતા ફાયરકર્મીઓએ ખાતામાં મહેકમ અને વાહનોની સંખ્યા જરૂરિયાતની સરખામણીએ ઓછી હોવા છતાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી છે. ત્યારે વડોદરાને રક્ષણ આપતા આ વિભાગ પ્રત્યે ગંભીરતા ન દાખવતા વહીવટી અને ચૂંટાયેલી પાંખ સવાલોના ઘેરામાં આવી છે. આ મામલે વિપક્ષે શાસક પક્ષને આડેહાથ લેતા ગાયકવાડી શાસન માફકના ઠેર ઠેર પ્રેશર વાલ્વ બનાવવા સાથે ફાયર સ્ટેશનો, વાહનો તથા કાયમીકર્મીઓની સંખ્યા વધારવા સૂચન કર્યું છે.

આપત્તિ સમયે વડોદરા શહેરનું રક્ષણ વડોદરા કોર્પોરેશનનું ફાયર વિભાગ સતત દોડતું રહે છે. ફાયર લાશ્કરો દિવસ રાત પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરે છે. પરંતુ, સમયાંતરે ફાયરખાતાનો વિકાસ થઇ રહ્યો નથી. વડોદરા શહેરમાં ફાયર વિભાગની સ્થાપના વર્ષ 1993 વખતે થઈ હતી. તે સમયે માત્ર 04 લાખની વસ્તી સામે ફાયર વિભાગમાં અંદાજે 432 કર્મચારીઓ ફરજ બજાવતા હતા. ફાયર અને ઓફીસ સ્ટાફ માટે મંજૂર 403 જગ્યા સામે 150 જગ્યાઓ અગાઉથી જ ખાલી છે. હાલ વડોદરા શહેરની વસ્તી 23 લાખ પહોંચી છે. અને માત્ર 300 કર્મચારીઓ વધુ કામના ભરણ સાથે ફરજ અદા કરી રહ્યા છે. કોરોના સમયે 21 વાહનો સેનેટાઇઝના પગલે ડેમેજ થયા હતા. જ્યારે 20 વાહનો 15 વર્ષથી વધુ જૂના છે.

વડોદરા મનપાનું ફાયર વિભાગ આજે સમય સાથે ચાલી રહ્યું નથી તેમ જણાય છે. જરૂરિયાત મુજબ 16 ફાયર સ્ટેશનના સ્થાને માત્ર 7 ફાયર સ્ટેશન હોય તેમાં પણ કેટલાક ફાયર સ્ટેશનોમાં મેન્ટેનન્સનો અભાવ જોવા મળે છે. પાલિકાએ નવા 5 ફાયર સ્ટેશનનું કામ માંડ હાથમાં લીધું છે. મહત્વનું છે કે, સ્ટેશન ખાતે જ ફાયરકર્મીઓના ક્વાટર્સ હોવા પણ જરૂરી છે. હેડ ક્વાટર્સ 101 માંથી માંડ 24 બચ્યા હોય હાલના ધોરણે વધુ 130ની જરૂરિયાત જણાય છે. સાથે ડે. ચીફ ઓફિસર, કાયમી ડ્રાઇવર, સૈનિક, સિપાઈ સહિત મંજૂર 403 જગ્યા સામે અંદાજે 200 જેટલી જગ્યા હજુ ખાલી છે.

હાલ 300 કર્મચારી કાર્યરત હોય આગામી દિવસોમાં 900 કર્મચારીની જરૂરિયાત સર્જાશે. તો વળી, વર્ષો જુના વાહનોના સ્થાને હજુ પણ 25થી વધુ વાહનોની જરૂરિયાત છે. એક અંદાજ મુજબ વર્ષ 2011 દરમ્યાન વડોદરા શહેર 159.31 સ્કવેર કિલોમીટરમાં ફેલાવો ધરાવતું હતું જે આજે વધીને 220.33 સ્કવેર કિલોમીટર થવા પામ્યું છે. તે જ પ્રમાણે વસ્તીની સંખ્યા પણ 16.70 લાખથી 22.40 લાખ પહોંચી છે. જેથી વર્તમાનમાં ફાયર વિભાગની આ પરિસ્થિતિ ભવિષ્ય માટે પર્યાપ્ત નથી તેમ કહી શકાય.

BY KALPESH MAKWANA ON JANUARY 31, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

2 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

3 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

5 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

5 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

6 days ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

6 days ago