વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું ‘પાણી’!
બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર વ્યવસ્થાપન પર વિશેષ ભાર.વડોદરાના વધત વ્યાપ અને વસ્તીથી પાણી સ્પલાય ચેઇન પર અસરકારક કામગિરીની તાતી જરૂર.
વોટર સપ્લાયને લઇ અનેક નવીન કામો બજેટમાં મકવામાં આવ્યા છે પણ સવાલ એ જ કે પુરા થશે?
તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું,મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા 62 કરોડના સૂચિત બજેટમાં વધારો કરી પાલિકાની સ્થાયી સમિતિએ બજેટમાં નજીવો વધારો પણ સૂચવી સામાન્ય સભાને મંજૂરી અર્થે મોકલી આપ્યું છે, જે બજેટ અગામી દિવસોમાં સામાન્ય સભામાં ચર્ચા બાદ જરૂરી સુધારા વધારા સાથે મંજૂર કરવામાં આવનાર છે.વડોદરાના 62 કરોડના બજેટમાં પાણીની સમસ્યા પર ફોકસ કરવામાં આવ્યું છે. પાણીની વિતરણ વ્યવસ્થાથી લઈ વડોદરા લોકોને શુદ્ધ પાણી મળે તે માટેના અનેક પ્રયાસો બજેટમાં કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચવેલા પાણી પુરવઠાના કામોનો અમલ સુવ્યવસ્થિત રીતે અમલ કરવામાં આવે તો કદાચ વડોદરાની વર્ષો જૂની પાણીની સમસ્યાનું મહદ અંશે નિરાકરણ લાવી શકાય તેમ છે,જોકે પાલિકા તંત્રના વહીવટને વડોદરા પણ સારી રીતે જાણે અને સમજે છે એટલે બજેટમાં કરેલા આયોજન બજેટ પૂરતા જ સીમિત બની રહેશે તેવી શંકા તેમને સતાવી રહી છે.
આમ તો વડોદરાનો વ્યાપ વધતા વસ્તીની દ્રષ્ટિએ પણ વડોદરાન લોકોની પાણીની તરસ છીપાવવા અનેક આયોજનોની જરૂરિયાત છે.વડોદરાને આજવા સરોવર અને મહીસાગર નદીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે,જોકે વડોદરામાં પાણી વિતરણ વ્યવસ્થાના અપૂરતા આયોજનને કારણે દર વર્ષે ઉનાળામાં તો પાણીની બૂમો ઉઠે જ છે પરંતુ હવે તો શિયાળા અને ચોમાસામાં પણ પાણીનો કકળાટ જોવા મળે છે.વડોદરાના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની પણ વિકરાળ સમસ્યા છે.દૂષિત પાણી આવતા લોકો ત્રહિમામ પોકારી ગયા છે.દર વર્ષે બજેટમાં શુદ્ધ પાણી આપવાનો દાવો કરવામાં આવે છે પરંતુ શુદ્ધ પાણી સૌ કોઈને મળતું નથી તે પણ હકીકત છે અને એટલે જ શુદ્ધ પાણીના પોકાર અવારનવાર ઉઠે છે. આ વર્ષે મ્યુનિસિપલ કમિશનરે શુદ્ધ શુદ્ધ પાણી વડોદરાને મળે તે માટે વિશેષ આયોજન હાથ પર લીધા છે.કરોડોના ખર્ચે વડોદરાને પાણી પૂરું પાડવા માટે અનેકવિધ યોજનાઓ પણ બજેટમાં જાહેર કરવામાં આવી છે.વડોદરા શહેરમાં પાણી પુરવઠા તેમજ તેની વિતરણ વ્યવસ્થાનું સુદ્રઢીકરણ થાય અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરમાં મળી રહે તે માટે સોર્સ ઓગ્મેન્ટેશનથી લઈ વિતરણ વ્યવસ્થા અને તેના મોનીટરીંગ માટેના ખાસ નવીન કામો બજેટમાં મુકવામાં આવ્યા છે.અલબત્ત વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરાને પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે બજેટમાં તો પાણી બતાવ્યું છે પણ બજેટમાં બતાવેલું પાણી જમીન પર કામ રૂપે કેટલું ઉત્તરે આવે છે તેની તો સમય આવે જ ખબર પડશે પરંતુ પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં પાણીની સુવિધાઓ કરવા પર ચોક્કસ ભાર મૂકવામાં આવ્યો છે હવે જોવાનું એ છે કે બજેટમાં બતાવેલું ચિત્ર સાચા અર્થમાં કેવું બને છે.
— બારમાસી બની ગયેલ પાણીનો કકળાટ!?
— આ કામોથી પાણીની સમસ્યા હલ કરાશે!
વડોદરામાં પાણીની સમસ્યાના નિરાકરણની દિશામાં અનેક પ્રયાસોના ભાગરૂપે અનેકવિધ નવીન કામો આ બજેટમાં લેવાયા છે જે પૈકી કેટલાક મુખ્ય કામો પર એક નજર કરીએ..
-ખાનપુર અને શેરખી ખાતે નર્મદા બ્રાંચ કેનાલ બેઝડ ઇન્ટેક વેલ
-100 કરોડના ખર્ચે નવિન WTP બનાવવાનું કામ
-મકરપુરામાં પાણીની અને સોમાતળાવ વિસ્તારમાં ફેઝ-2 હેઠળ ૩૭ કરોડના ખર્ચે નવીન પાણીની ઊંચી ટાંકી/નેટવર્કનું કામ
-ન્યુ સમા સ્વાતિ, નાલંદા ટાંકી અને એરપોર્ટ બુસ્ટર ખાતે હયાત જુના ભુગર્ભ સંપો તોડીને નવીન પંપ હાઉસ (ઇલે – મીકે મશીનરી સહ) ખાતે ૩૧ કરોડ ના ખર્ચે બનાવવાનું કામ.
-આજવા સરોવર ખાતે ૨૫ કરોડના ખર્ચે ફ્લોટીંગ પ્લેટફોર્મ સહ પોટુન પંપ (ઇલે – મીકે મશીનરી સહ) બેસાડવાની કામગીરી
-છાણી ગામ ખાતે તથા સમા વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે પાણીના નેટવર્કનું કામ
-લાલબાગ ટાંકીથી લાલબાગ કુંભારવાડા તરફ રેલવે લાઈનને સમાંતરે તથા એસ.આર.પી. પૂર્વ ગેટથી લઈને ગોયાગેટ સર્કલ, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાછળના રસ્તાથી શ્રદ્ધા સોસાયટી સુધી રૂ.૧૨ કરોડના ખર્ચે નવીન નળિકાનું કામ
-આજવા ચોકડીથી નેશનલ હાઈવેની પેરેલલ બાપોદ ટાંકી સુધી ૧૦ કરોડના ખર્ચે જરૂરિયાત મુજબની ફીડર નળિકાનું કામ
-વિવિધ ટાંકીઓ ખાતે ૮ કરોડના ખર્ચે નવીન ડી જી સેટ ખરીદવાનું કામ
-નિમેટા ખાતે નવિન વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતાં ૫ કરોડના ખર્ચે પાણીની લાઈનોના ઇન્ટર કનેક્શન કરવાનું કામ
-આજવા સરોવરના દરવાજા માથી છોડવામાં આવતા પાણીના ડિસ્ચાર્જ માપવા ૩ કરોડના ખર્ચે ડિજિટલ ડિસ્ચાર્જ મીટર લગાડવાનું કામ
-નિલામ્બર ચાર રસ્તા વાસણાથી શ્રી હરી રેસીડેંસી/કેતન પાર્ક તરફ ૨ કરોડના ખર્ચે પાણીની નળીકાના નેટવર્કનું કામ
— વડોદરાને દુષિત પાણીમાંથી મુક્તિ ક્યારે?
વડોદરા શહેરની હદમાં સતત વધારો થઈ રહ્યો છે જેને વડોદરાની જનસંખ્યા પણ વધી છે આઉટ ગ્રોથ તેમજ નવીન વિસ્તારોને કારણે વોટર વ્યવસ્થાપન પણ જટિલ બની રહ્યું છે તેના કારણે વડોદરાના અનેક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વકરી છે,વડોદરાના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ગટર લાઈનો છે જે હવે તૂટી રહી છે એટલે વડોદરાના આવા વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા પણ ઘર કરી ગઈ છે.દૂષિત પાણીની સમસ્યા નિવારણ માટે અનેક રજૂઆતો વારંવાર કરવામાં આવે છે.પાલિકાની સામાન્ય સભાઓમાં પણ દૂષિત પાણીનો મુદ્દો અવાર નવાર ઉછળતો રહે છે.આ દૂષિત પાણીને કારણે લોકોને બીમારીઓ ભેટ સ્વરૂપે મળી રહે છે,ત્યારે વડોદરાના લોકો પાલિકાને પૂછે છે કે વડોદરાને આ દુષિત પાણીથી મુક્તિ ક્યારે મળશે ક્યારે પીવાના પાણી સાથે ભળી જતા મલિનજળની સમસ્યાનો ઉકેલ આવશે? ખેર આ વર્ષના બજેટમાં ફરી એક વખત દૂષિત પાણીની સમસ્યાના નિરાકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે જે માટે અનેક આયોજનો પણ હાથ પર લેવામાં આવશે તેવું બજેટમાં સૂચવવામાં આવ્યું છે,ખાસ કરીને મિલન જળના વ્યવસ્થાપનના શુદ્ધિકરણ માટે શુદ્રઢીકરણ માટે બજેટમાં STP,APS નેટવર્કના અનેક કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટમાં મુકવામાં આવેલ આવા ખાસ કામો પર એક નજર કરીએ..
-અટલાદરા, છાણી તથા કપુરાઈ ખાતે ૫૦ કરોડના ખર્ચે હયાત STP અપગ્રેડેશનનું કામ.
-પશ્ચિમ ઝોનમાં શ્રેણીક પાર્કથી અકોટા દાંડિયા બજાર બ્રીજ જંકશન થઇ અટલાદરા એસટીપી સુધી આવેલ હયાત ૧૮૦૦ મીમી વ્યાસની ડ્રેનેજ લાઇન ૯૦ કરોડના ખર્ચે રીહેબીલીટેશન કરવાનું કામ.
-ગોત્રી રોડ પર યશ કોમપ્લેક્ષ જંકશનથી હરીનગર બ્રીજ જંકશન સુધી તથા વાસણા રોડ પર રાણેશ્વર મંદિરથી મનિષા સર્કલ સુધી ૪૬ કરોડના ખર્ચે નવીન ડ્રેનેજ ગ્રેવીટી લાઇન નાખવાનું કામ.
-સુવેઝના ૨૩ પંપીંગ સ્ટેશનોમાં ઈલેકટ્રીકલ,મીકેનીકલ મશીનરીનું અપગ્રેડેશન તથા DG સેટ ન હોય તેવા પંપીંગ સ્ટેશનો ઉપર નવીન DG સેટનું ૪૧ કરોડના ખર્ચે કરવાનું કામ.
-દક્ષિણ ઝોન વિસ્તારના વોર્ડ ૧૭ માં આવેલ બરોડા ડેરીથી સુશેન પંપીંગ સ્ટેશન સુધી પુીંગ પદ્ધતિથી ૩૭ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું કામ.
-સમા અબાકસ સર્કલથી જલારામ મંદિર ચાર રસ્તા સુધી, કારેલીબાગ L&T સર્કલથી વાઘેશ્વરી ત્રણ રસ્તા સુધી અને જોગણી માતા મંદીરથી ચેપી રોગ હોસ્પિટલ તરફ ૨૩.૨૫ કરોડના ખર્ચે મેન્યુઅલ પુીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન.
-છાણી નવીન ટી.પી. વિસ્તારમાં ૨૦ કરોડના ખર્ચે ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી.
-દિવાળીપુરા રોડ જંકશનથી જૂના પાદરા રોડ/યોગા સર્કલ થઇ શ્રેણીક પાર્ક સર્કલ સુધી ૧૬ કરોડના ખર્ચે નવીન ડ્રેનેજ ગ્રેવીટી લાઈનનું કામ.
-નટુભાઈ સર્કલથી પશાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધી ૧૨ કરોડના ખર્ચે નવીન ડ્રેનેજ ગ્રેવીટી લાઈનનું કામ.
-માંજલપુર ૩૬ મી. બ્રોડગેજ રેલ્વે ક્રોસિંગથી બિલાબોંગ સ્કૂલના રસ્તે ૪.૫ કરોડના ખર્ચે નવીન કામ.
BY DIPAK KATIYA ON 7TH FEBRUARY, 25
24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા…
દર મીનીટે 36 ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. ભારતમાં 33%ને બદલે…
આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને…
પોલીસનું ઓપરેશન પતાલલોક! ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ…
આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…
અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…