શિરદર્દ ‘પાર્કિંગ’ સમસ્યાનો ‘તોડ’ પ્લોટ પાર્કિંગ?
‘પ્લોટ પાર્કિંગ’ પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19 જેટલા પ્લોટ પાર્કિંગ માટે રિઝર્વ!શહેરમાં જ્યાં સરળતાથી પાર્કિંગ જડતું નથી ત્યાં પ્લોટના ભરોસે પાર્કિંગ!
વડોદરા શહેરનો વ્યાપ વધી રહ્યો છે વધતી વસ્તી અને વિસ્તાર સાથે વડોદરામાં ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વિકરાળ બની રહી છે,તેમાંય ખાસ કરીને વડોદરા શહેરમાં ‘પાર્કિંગ’ની સમસ્યા ‘શિરદર્દ’ બની છે.વધતા જતા વાહનોની સંખ્યામાં ‘પાર્કિંગ’ માટેની જગ્યાઓના અભાવે કે પછી ‘પાર્કિંગ’ની કોઈ વધુ અસરકારક વ્યવસ્થાની જોગવાઈઓ ન હોવાથી લોકોને ‘પાર્કિંગ’ માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે,કયારેક કયારેક તો લોકોને પોતાના વાહનોનું પાર્કિંગ ન મળવાથી લોકોને ગાડીમાં જ બેસી રહેવાની પણ ફરજ પડી છે.પાર્કિંગની જટિલ બની રહેલી સમસ્યાના નિવારણ માટે બજેટ દર બજેટ અનેકે જાહેરાતો સાથે પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવે છે જોકે વર્ષના અંતે કા તો આ પાર્કિંગ પોલીસીનો અમલ થતો નથી અથવા તો પોલીસી પરાલીસીસનો ભોગ ચઢે છે.બજેટમાં મોટી મોટી વાતો સાથે અનેક આયોજનોની ગલબાંગો ફેંકાઈ છે પણ પછી પાર્કિંગના અમલવારી માત્ર ને માત્ર કાગળ પૂરતી સીમિત રહી જતી હોય છે,કાગળ પર જ પાર્કિંગના ઘોડા દોડાવૈ છે પરિણામે પાર્કિંગની આ સમસ્યા જૈસેથૈ જ રહી હોવાનું મનાય છે.ગત વર્ષના બજેટમાં મુકવામાં આવેલ પાર્કિંગ પોલીસીમાં વર્કિંગ પેરાલીસીસને પગલે આ વર્ષે હવે નવી પાર્કિંગ પોલિસી માલમાં મુકવાનું વિચારાયું છે.જેને મ્યુ.કમિશનરે બજેટમાં સ્થાન આપ્યું છે.પાલિકાએ નવી પાર્કિંગ પોલીસી લાવી વડોદરાની જટિલ પાર્કિંગ સમસ્યાનો ‘તોડ’ શોધ્યો હોવાનું મનાય છે.આ પાર્કિંગ પોલીસી મુજબ વડોદરા શહેરમાં વાહનોના પાર્કિંગ માટે 19 જેટલા ખાલી પ્લોટ પાર્કિંગ માટે નક્કી કરવામાં આવ્યા છે,આ ખાલી પ્લોટોમાં પાર્કિંગ કરવામાં આવશે.ત્યારે પાલિકાના પ્લોટમાં પાર્કિંગની આ નવી પોલીસી કેટલી કારગત પુરવાર થાય છે તેને લઇ ને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.અલબત્ત વડોદરામાં લાભગ તમામ વિસ્તારોમાં પાર્કિંગ સરળતાથી જડતું નથી ત્યાં ‘પ્લોટ પાર્કિંગ’ની આ પોલિસી કેટલી ફાયદેમંદ હશે તે જોવાનું રહે છે.વડોદરાના જુદાજુદા વિસ્તારના આ પ્લોટ પસંદ કરવામ આવ્યા છે જ્યાં ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી લાગુ કરવામાં આવશે.
સુરતની પાર્કિંગ પોલિસીનું મોડલ અપનાવી વડોદરા મહાનગર પાલિકાએ પણ આ પાર્કિંગ પોલિસી બનાવી છે.પાલિકાના હદ વિસ્તારમાં શહેરની ટ્રાફીકની સમસ્યા, સ્થાનિક પરિસ્થિતિ, પાર્કીંગના પ્રશ્નો વિગેરે ધ્યાને લઈને જી.પી.એમ.સી.એકટની જોગવાઈઓ હેઠળ પાર્કીંગ પોલીસી ડ્રાફટ કરવામાં આવેલ જેની સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાથી મંજુરી આપવામાં આવેલ છે.મંજુર થયેલ પાર્કીંગ પોલીસી મુજબ વી.એમ.સી. ટ્રાફીક સેલની રચના કરી પાર્કીંગ બાયલોઝ બનાવવાની કામગીરી ડ્રાફ્ટ કરવામાં આવેલ જેની સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાથી મંજુરી આપવામાં આવેલ છે. મંજુર થયેલ પાર્કીંગ પોલીસીને સરકારની મંજુરી અર્થે તા.૦૧.૦૨.૨૦૨૨ના રોજ અત્રેથી મોકલી આપવામાં આવેલ છે. તથા મંજુર થયેલ પાર્કીંગ બાયલોઝ તા.૧૩.૦૪.૨૩ તેમજ પાર્કીંગ પોલીસી તથા બાયલોઝ તા.૧૨.૦૯.૨૪ ના રોજ ફરીથી મંજૂરી અર્થે મોકલી આપવામાં આવેલ છે જેની મંજુરી મળ્યેથી તે મુજબ અમલવારી કરવામાં આવશે. પાર્કીંગ પ્લોટ્સ માટે શક્ય ઉપલબ્ધ મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યાઓનો સર્વે કરી કૂલ ૧૯ ખુલ્લા પ્લોટો પાર્કીંગ માટે આરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
— મલ્ટિલેવલ પાર્કિંગ પોલિસી અભરાઈ પર?
વડોદરામાં વાહન પાર્કિંગનો પ્રશ્ન દિવસે-દિવસે જટીલ બની રહ્યો છે. પાલિકા શહેરીજનોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. જોકે એવું નથી પાલિકાને પાર્કિંગની આ સમસ્યાની ચિંતા નથી,પાલિકા વડોદરાની આ માથાના દુખાવા રૂપ સમસ્યાથી વાકેફ પણ છે અને બજેટ હોય કે અન્ય આયોજન થકી આ સમસ્યાના નિવારણ માટે મથામણ પણ કરે છે જોકે તેના અમલવારીમાં નિસ્ફળતાને કારણે બજેટમાં મુકાતી પરકિંગ પોલીસી માત્ર પોલીસી પૂરતી જ બની રહે છે,ગત બજેટોમાં વડોદરામાં જુદી જગ્યાઓ જરૂરીયાત પ્રમાણે પાર્કિંગ માટે વ્યવસ્થાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો.સ્ટ્રીટપાર્કીંગ (શેરી બહાર),સરફેસ કાર પાર્કીંગ્સ,મલ્ટી સ્ટોરી કાર પાર્કીંગ્સ,રૂફ પાર્કીંગ્સ,મેકેનીકલ કાર પાર્કીંગ્સ,ભોયતળીયામાં કાર પાર્કીંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી મોટાભાગના આયોજનોમાં જોઈએ એવી સફળતા ન મળી પરિણામે પાર્કિંગની સમસ્યા યાથવત રહેવા પામી છે. આર.સી.દત્ત રોડ પર આવેલ બેક ઓફ બરોડા અલ્કાપુરીની મુખ્ય શાખા પાસે મિકેનાઈઝ મલ્ટીલેવલ પર્કિંગ બનાવવાનુ કામની જાહેરાત બજેટમાં કરાવમાં આવી હતી જેનો જેનો અંદાજિત ખર્ચ પણ 10 કરોડ અકવામાં આવ્યો હતો આ મલ્ટીલેવલ પર્કિંગમાં 70 કાર તેમજ 110 ટુ વ્હીલર પાર્ક કરવાણી સગવડતા પણ હોવાનો અંદાજ હતો,જોકે બજેટમાં મુકાયેલા આ મિકેનાઈઝ મલ્ટીલેવલ પર્કિંગના આજે કોઈ ઠેકાણા નથી?ત્યારે શું ‘પ્લોટ પાર્કિંગ’નો આ પ્લાન સફળ થશે કે કેમ? તેવો પણ અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
— અહીં છે ‘પ્લોટ પાર્કિંગ’ જે ‘પે એન્ડ યુઝ’ હશે?
વડોદરા શહેરના જુદાજુદા વિસ્તારમાં 19 જેટલા પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી લાગુ કરવામાં આવશે.જેમાં મહેસાણાનગર સર્કલ, નિઝામપુરા,સમા તલાવ પાસે-હરણી રોડ,મહારાણા પ્રતાપ રોડ, હરણી – સમા રોડ, લેક ઝોન પાસે-હરણી રોડ, નવા સી.એન.જી. પંપ પાસે- હરણી,
ગોલ્ડન ચાર રસ્તા પાસે, ને.હા. નં.૮ સયાજીપુરા પાણીની ટાંકી પાસે,ગ્રાન્ડ ગાયત્રીની સામે – સુભાનપુરા,બીએબલ હોસ્પિટલની બાજુમાં -નટુભાઈ સર્કલ, રિલાયન્સ મોલની પાછળ, તારા સન્સ હોટલ સામે-ગોત્રી,ગુરુદ્વારા ચાર રસ્તા પાસે -તરસાલી,HCG કેન્સર હોસ્પિટલ સામે-સનફાર્મા રોડ, સંકલ્પ બંગ્લોઝ પાસે-અકોટા,UPHC સેન્ટર મકરપુરા પાસે-મકરપુરા, મુઝમ્મીલ પાર્ક પાસે-તાદલજા અને વાસણા ફાયર બ્રિગેડની સામે સહિત પ્લોટમાં ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી મુજબ પાર્કિગ માટે આ પ્લોટ રિઝર્વ કરવામાં આવ્યા છે જોકે જાણવા મળ્યા મુજબ આ ‘પ્લોટ પાર્કિંગ’માં પાર્કિંગ ‘પે એન્ડ યુઝ’ રહેશે એટલે કે વડોદરાને વિનામુલ્યે કદાચ પાર્કિંગનો લાભ નહીં મળે?
— રોડ-ફૂટપાથ પર આધેધડ પાર્કિંગ કયારે અટકશે?
વડોદરામાં વ્યાપકબની રહેલ પાર્કિંગની સમસ્યાને કારણે વડોદરામાં હજારો લોકો તકલીફો સહન કરે છે,પાર્કિંગની સમસ્યાને પગલે વડોદરામાં આધેધડ પાર્કિંગ વધ્યું છે.સીટી વિસ્તાર કે અન્ય બજારોમાં પાર્કિંગ ન મળવાને કારણે વાહન ચાલકો પોતાનું વાહન ગમે ત્યાં પાર્ક કરી દેતા હોય છે જેને લઇ અન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.વડોદરામાં રોડ કે ફૂટપાથો પાર્કિંગ ડેપો બની રહ્યા છે,મોટી સંખ્યામાં ફૂટપાથ વાહન પાર્કિંગ કરી દેવામાં આવતા હોય છે,ત્યારે સવાલ એ છે કે રોડ-ફૂટપાથ પર આધેધડ પાર્કિંગ કયારે અટકશે? શું પાલિકાની પાર્કિંગ પોલીસી બજેટ પૂરતી જ સીમિત નહીં બની રહે ને? પાર્કિંગની આ શિરદર્દ સમસ્યાનું નિરાકરણ જરૂરી છે.સ્માર્ટ સીટી બનવવાની દોડમાં પાર્કિંગની સમસ્યા જાણે કોરાણે મુકાઈ ગઈ હોવાનું પણ દેખાય આવે છે.વડોદરાને સ્માર્ટ બનાવવા માટે પાર્કીંગનું સુનિયોજિત આયોજન પણ જરુરુ છે.
BY DIPAK KATIYA ON FEBRUARY 05, 25
Be First to Comment