વડોદરાને પૂરથી બચાવવા ‘બજેટ‘ બન્યું!
ચોમાસા પહેલા ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પૂર્ણ કરવાનો પડકાર! વિશ્વામિત્રી પૂરની ભયાનકતા બાદ ઉઘડી પાલિકાની આંખ!
વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું,વડોદરાએ આ અગાઉ કયારેય જોયું ન હોય તેવા વિનાશક પૂરના ઘા હજીય રુઝાયા નથી,હજારો લોકોને પુરે રાતા પાણીએ રોવડાવ્યા હતા,એટલે આ વિનાશક વિશ્વામિત્રીના પૂર બાદ વડોદરા મહાનગર પાલિકાની આંખ ઉઘડી ગઈ હતી એ સાથે ગુજરાત સરકાર પણ પૂરના વિનાશને જોઈ હચમચી ઉઠી હતી,ત્યારે હવે પૂર નિયંત્રણ માટેના અસરકારક પગલાંઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે.વડોદરામાં આવેલ આ વિનાશક પૂરના પડઘા મહાનગર પાલિકાના બજેટમાં પણ જોવા મળ્યા છે.તાજેતરમાં રજુ કરવામાં આવેલ વડોદરાના બજેટમાં વડોદરાને પૂરથી બચાવવા ખાસ આયોજન કરવાના ભાગરૂપે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ બજેટમાં મુકવામાં આવ્યો છે.લગભગ 1200 કરોડના બજેટમાં વડોદરાને ‘પૂર પ્રુફ’ કરવાનો પ્લાન છે.બજેટમાં મુકવામાં આવેલ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ વડોદરા માટે ખુબ મહત્વપૂર્ણ મનાય છે આ પ્રોજેક્ટ જૂન પહેલા એટલે કે ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની તૈયારીઓ બતાવાઈ છે જોકે ચોમાસા પહેલા ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પૂરો કરવાનો લક્ષ્યાંક કેટલો સફળ પુરવાર થાય છે તેને લઇ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે,વડોદરાને પૂરથી બચાવવા બજેટ તો બની ગયું અને ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પણ કાર્યરત કરી દેવાશે પરંતુ આ પ્રોજેક્ટની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ? તેને લઇ પણ મતમતાંતર સામે આવ્યા છે.’વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ જે મુજબ પૂરો કરવાનો છે એ મુજબની કામગીરી ખુબ જ ચેલેન્જિંગ હોવાનું મનાય છે અને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવી તે કદાચ પડકારરૂપ છે.કાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ રહ્યો છે અને ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ હજીય બજેટના કાગળ પર જ છે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ ને ધરા પર ઉતારી તેનું યોગ્ય રીતે અમલીકરણ કરાવમાં ખુબ મહેનત કરવી પડી શકે છે.પાલિકાના અધિકારીઓ ખડેપગે પ્રોજેક્ટ પૂર્ણ કરવાના નીર્ધાર સાથે કામ કરે તો કદાચ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ ખરા અર્થમાં જમીન પર ઉતરી શકે છે.આ સાથે જ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ના આગોતરા આયોજનની પણ ખુબ આવશ્કયતા રહી છે એટલે સવાલ એ પણ છે કે,શું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કે કમ? 1200 કરોડન ખર્ચ કરી વડોદરાને પૂર મુક્ત કરવાનું અભિયાન કેટલું સફળ રહે છે તે તો સમય આવે તો ખબર પડશે.પરંતુ વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં મુકાયેલ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’નું સફળ અમલીકરણ વડોદરા માટે મહત્વપૂર્ણ બની રહેશે તેમાં બે-મત નથી.
— ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ કેવો હશે?
— કાંસ-તળાવો પાછળ પણ કરોડો ખર્ચ થશે!
— ‘વોટર લોંગીગ’નો ઈલાજ ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ’
વડોદરામાં ચોમાસાની સીઝનમાં નજીવા વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ભારે વરસાદમાં તો વડોદરાના નીચાણવાળા વિસ્તારો બેટ બની જતા હોય છે,વડોદરામાં વિકરાળ બનતી આ વોટર લોગિગની સમસ્યા લગભગ દર ચોમાસે જોવ મળે છે.વોટર લોગિગના કારણે લોકોનું ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળે છે તો પાણીમાં વાહનો ડૂબી જવાને કારણે પારાવાર નુકશાન પણ સહન કરવું પડે છે.તેવામાં વોટર લોગિગની આ સમસ્યાનું સોલ્યુશન પણ મ્યુ.કમિશનર દિલીપ રાણાએ બજેટ થકી લાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ દેખાય છે. વોટર લોગિગની સમસ્યાના ઉકેલ માટે વડોદરાના વિવિધ વિસ્તારોમાં તેમજ લો લાઈન એરિયામાં ડીપ રિચાર્જ કરી ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ’ નું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે,જે માટે પાલિકા 20 કરોડનો ખર્ચ કરશે.હવે 20 કરોડના ખર્ચે વોટર લોગિગની સમસ્યાના પ્રશ્ન કેટલો હળવો થયા છે તે તો સમય પર જ છોડી દઈએ.
ફિલ્મ રિવ્યુ : શાહિદ કપૂર અભિનીત ફિલ્મ “દેવા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં દેવા ફિલ્મ…
બજેટ 2025 - 'મોદીનો 'માસ્ટર સ્ટોક' મધ્યમ વર્ગ પર વરસી લક્ષ્મી કૃપા...વર્ષે લગભગ 70 હજારનો…
પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ, પ્રોજેક્ટ પૂર્ણ થતા મેન્ટેનન્સનો અભાવ નુકસાનકારક અનેક આવાસ યોજના…
વડોદરાના ફાયરખાતાની વેદના 04 લાખની વસ્તીએ 432 કર્મચારીઓ હતા, હવે 23 લાખ સામે માત્ર 300…
રેલવે ગરનાળા નજીકથી કાલાઘોડા થઇ જેલરોડ સુધી 300 કરોડના બ્રિજની જાહેરાત શું હવા હવાઈ જેવી…
વડોદરાનું આ વર્ષનું બજેટ 6200 કરોડ! મ્યુ.કમિશનરે સૂચિત બજેટ સ્થાયીમાં રજુ કર્યું.વડોદરામાથે કરદરનો બોજ નાખી…