દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટમાં ‘ઈ-વિઝન’નો લોલીપોપ? ‘ઈ-વિઝન’ લાગુ કરવામાં પાલિકાને આંટા આવી રહ્યા છે?
‘EV વિઝન’ને મજબૂત કરવાનું બજેટમાં સૂચવ્યું
વડોદરા મહાનગર પાલિકાના વર્ષના બજેટમાં વડોદરાના વિકાસમાં પર્યાવરણની જાળવણી માટે પણ પ્રયાસો પર ભાર મુકવામાં આવ્યો છે,જે માટે ખાસ વડોદરા ‘EV વિઝન – 2025’ બજેટમાં જોગવાઈઓ જોવા મળી રહી છે.વડોદરા ‘EV વિઝન – 2025’ની બજેટમાં મુકાયેલ પોલિસીના માળના મુખ્ય છ આધાર રહ્યા છે,જે મુજબ પ્રાઇવેટ અને વ્યવસાયિક ઉપયોગ માટે શહેરમાં ઈવીને પ્રોત્સહન આપવામાં પર ભાર મુકવામા આવ્યો છે, ‘EV વિઝન’ માટે ચાર્જિંગ ઈંફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સક્ષમ બનવવા પર પણ ફોકસ છે. ‘EV’ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ,નવીનતા અને મેક ઈન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહિતની પહેલ પણ કરવામાં આવી છે,વડોદરાના નગરજનો પણ ‘EV’ તરફ વધુ ને વધુ ઢળે તે માટે ‘EV’ ઇલેક્ટ્રિક મોબીલીટી વિષે જાગૃતતા વધારવા માટેના પ્રયાસોને વધારવાનુ પણ આયોજન કરાયું છે,તો ‘EV’ અપનાવવાની ગતિ વધારવા માટે નાણાંકીય વ્યવસ્થાનો પર પણ ફોક્સ કરવામાં આવ્યું છે.આ છ પિલરથી વડોદરાના ‘EV વિઝન’ને મજબૂત કરવાનું બજેટમાં સૂચવ્યું છે,જોકે આ વિઝનની અમલવારી બજેટમાં બતાવવામાં આવતા ઉત્સાહ જેટલી પણ નથી હોતી? એટલે ઈ-વિઝનના વિઝનને જમીન પર મજબૂત રીતે ઉતરી શકવામાં સફળતા મળતી નથી તે કદાચ વાસ્તવિકતા છે,જૉ ખરા અર્થમાં ‘EV વિઝન’ને વીઝેબલ કરાવના મજબૂત ઈરાદા સાથે કામ કરવામ આવશે તો ચોકકસ વડોદરાનું ‘ઈ-વિઝન’ સાર્થક પુરવાર થઇ શકે છે.
— ઈ-ચાર્જિંગ સ્ટેશનો ધૂળ ખાતા રહે છે?
બજેટમાં મુકવામાં આવતી ઈ-વિઝનના અમલમાં ઉદાસીનતાને કારણે વડોદરામાં ખોલવામાં આવેલ ‘ઈ-ચાર્જિંગ’ સ્ટેશનો પર કાગડા ઉડે છે.બજેટમાં વર્ષો વર્ષે ‘ઈ-ચાર્જિંગ’ સ્ટેશનો વધુ ને વધુ ખોલવા પર ભાર મુકવામાં આવે છે,જેન ભાગરૂપે જ વડોદરાના અનેક વિસ્તારમાં ‘ઈ-ચાર્જિંગ’ સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે,જોકે ઈ વિઝન પોલીસીના અમલવારી કાગળ પર વધુ રહેતા ઈ વાહનોની સંખ્યા જે પ્રકારે વાળવી જોઈએ તે પ્રકારે વધી ન હોવાનું પણ દેખાય આવે છે.એમ પણ કહેવાય છે,’ઈ-ચાર્જિંગ’ સ્ટેશનોની સંખ્યા જોઈએ તે પ્રમાણે પણ જોવા મળી નથી.જેથી ઈ વ્હિકલ ખરીદવા માટે લોકોમાં ખચકાટ છે.હાલ વડોદરામાં જેટલા પણ ‘ઈ-ચાર્જિંગ’ સ્ટેશનો છે તેની કાળજી લેવામાં પણ પાલિકાનું તંત્ર ઉણુ ઉતાર્યું હોવાનું મનાય છે,અલબત્ત મોટાભાગના ‘ઈ-ચાર્જિંગ’ સ્ટેશનો ધૂળ ખાઈ રહ્યા છે?
—પ્રાથમિક ધોરણે 100 ઈ બસો ફાળવવાશે!
વડોદરા શહેરમાં ઈ વિઝનના વિઝનને જમીન પર મજબૂતાઈ આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,જોકે પાલિકાના આ પ્રયાસોને જોઈએ તેવી સફળતા મળી રહી નથી ત્યારે ઈ વિઝન અંતર્ગત વડોદરામાં પીએમ ઈ બસ સેવા સ્કીમ અમલમાં મૂકી છે.વડોદરાની ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહે તે હેતુથી મહાનગર પાલિકા દ્વારા 100 જેટલી ઇલેક્ટ્રિક બસ ડિપ્લોયમેન્ટ તથા ઓપરેશનના ઇજારા ની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.100 બસ માટે શહેરમ નવા 3 બસ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન કમ ટર્મિનલ કાર્યરત કરવામાં આવનારા છેમજે હેડળ ગોત્રી,સયાજીગંજ અને નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ઈ બસની સેવા શરુ કરવા માટે કેન્દ્ર સરકાર બસ ઓપરેશન માટે પ્રતિ બસ-કી.મી માટે 22 રૂપિયા આપવામાં આવશે,આ સિવાયની રકમ રાજ્ય સરકાર અને ULB સંયુક્ત રીતે ભોગવવી પડશે .
— ઈ રીક્ષા પ્રોજેક્ટનું ભૂત ફરી ધુણ્યું છે..!?
વડોદરા મહાનગર પાલિકાએ થોડા વર્ષો પહેલા જ ખરીદેલી ગાર્બેજ કલેક્શન કરવા માટેની ઈ રિક્ષાઓ હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે.થોડા સમયમાં જ ઈ રિક્ષાના પ્રોજેક્ટની હવા નીકળી ગઈ હોય તેવું જણાઈ આવ્યું હતું.આશરે 40 જેટલી ઈરિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. તો બીજી તરફ આ વખતના બજેટમાં કરોડોના ખર્ચે નવી રિક્ષાઓ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે,આવા ખોટા ખર્ચાઓને લઇ પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠ્યા છે.હાલના સમયમાં ડોર ટુ ડોર કલેક્શનના વ્હીકલો છે તેમાં 20 ટકા વ્હીકલો તરીકે ઈ વ્હીકલનો સમાવેશ કરવાનો પ્લાન છે.આ માટે એવો દવાઓ કરવામાં આવી રહ્યો છે કે જે જુની ઈ રિક્ષા લેવામાં આવી હતી તેના બદલે હવે નવી ટેકનોલોજી વળી ઈ રીક્ષા આવી છે જેની ટેકનોલોજી પણ ચેન્જ થઈ ગઈ છે. ઈલેક્ટ્રીક વ્હીકલ એટલે એમાં પાંચ વર્ષની વોરંટી ગેરંટી હોય છે. અને બધા એક્સપેન્સ મળીને કુલ સાત વર્ષ સુધી ચાલી શકે,જો પાલિકાના પૈસાની બચત થતી હોય તો પાલિકામાં પેટ્રોલ ડીઝલના ધુમાડા ફેંકતા અનેક વાહનોને ઈ વહિકલમાં તબદીલ કરવા જોઈએ જેથી ઈ વિઝનનું વિઝન મજબૂત બને તેમજ પાલિકાને આર્થિક ફાયદો પણ થઇ શકે!
BY DIPAK KATIYA ON FEBRUARY 04, 2025
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…
ફિલ્મ રિવ્યુ : શાહિદ કપૂર અભિનીત ફિલ્મ “દેવા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં દેવા ફિલ્મ…
બજેટ 2025 - 'મોદીનો 'માસ્ટર સ્ટોક' મધ્યમ વર્ગ પર વરસી લક્ષ્મી કૃપા...વર્ષે લગભગ 70 હજારનો…
પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ, પ્રોજેક્ટ પૂર્ણ થતા મેન્ટેનન્સનો અભાવ નુકસાનકારક અનેક આવાસ યોજના…
વડોદરાને પૂરથી બચાવવા 'બજેટ' બન્યું! ચોમાસા પહેલા 'વિશ્વામિત્રી પ્રોજેક્ટ' પૂર્ણ કરવાનો પડકાર! વિશ્વામિત્રી પૂરની ભયાનકતા…
વડોદરાના ફાયરખાતાની વેદના 04 લાખની વસ્તીએ 432 કર્મચારીઓ હતા, હવે 23 લાખ સામે માત્ર 300…