Press "Enter" to skip to content

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી ગુજરાતી મૂવી ના વિવિધ રંગો આપણે જોઈ રહ્યા છે.અને ખુશી એ વાત ની છે કે પ્રેક્ષકગણ પણ તેને વધાવી પણ રહ્યો છે. પણ જોઈએ તેટલો પ્રતિસાદ નથી મળી રહ્યો.

સાઉથ ની ફિલ્મો અહી આવી રેકોર્ડ તોડી જાય છે. ત્યારે આપના ગુજરાત માં આપની માતૃભાષા ને પણ પોષવાની એને આગળ લઈ જવાબદારી આપની બને છે. ખરું ને .. ખેર ! અહી વાત આપણે કરવાની છે 7 ફેબ્રુઆરી ના થિયેટર માં રીલીઝ થયેલી ફિલ્મ “ વિશ્વાસ્થા” ની. વિશ્વાસે પોતાના પ્રેમ માં રાખેલી આસ્થા અને આસ્થા એ પોતાના પ્રેમ માં રાખેલો વિશ્વાસ ની.

‘વિશ્વાસ્થા’ વિશ્વાસ ની આસ્થા. આ ફિલ્મ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. જે ફિલ્મ ના ટાઇટલ પર થી જ લાગે છે. આ ફિલ્મ માં દર્શાવવામાં આવેલો પ્રેમ એક બીજા પર નો વિશ્વાસ જ છે. જે બંનેના પ્રેમ ને જીવંત રાખે છે. માધવપુર ગામમાં પાંગરેલી લવ સ્ટોરી જ્યાં મોબાઈલ નો જમાનો ન્હોતો આવ્યો. એટલે કે સંચાર નું કોઈ માધ્યમ ન હતું. બસ ક્યાંક આંખો મળી જાય તો થઈ જાય વાતો. અને કેટલાય ભવ ના વચન અપાય જાય. એવું જ આ ફિલ્મ માં જોવા મળશે. ફિલ્મ માં બૉલીવુડ ટચ પણ જોવા મળશે. ક્યાંક એવા દ્રશ્યો પણ લાગશે કે અરે ! આતો મે ક્યાંક જોયું છે. ભલે ! જે હોય તે પણ 2 કલાક 29 મિનિટ ની ફિલ્મ સ્ટોરી ટેલિંગ થી શરૂ થયેલી ફિલ્મ પ્રેક્ષકો ને જકડી રાખવામાં સફળ નીવડે છે. જોવા જઈએ તો ગુજરાતી માં ફિલ્મ માં આ કોન્સેપ્ટ નવો જોવા મળ્યો. જ્યાં ફિલ્મ સ્ટોરી ટેલિંગ થી શરૂ થાય છે. અને એનો અંત પણ.

કલાકારો :આ ફિલ્મમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી સિવાય ઉર્વશી ચૌહાણ, કલ્પના ગાગડેકર, પ્રશાંત બારોટ, હિના વાર્ડે, ધ્રુવી પટેલ, વૈશાલી શાડ, ગોપાલ બારોટ, જીગ્નેશ મોદી, જયદીપ ગાંગાણી, આશા પંચાલ, જેડી ચાવડા, કુશાલ શાડ, અક્ષિત વ્યાસ, પૂજા પુરોહિત, આશિષ જોશી અને નીરવ દરજી વગેરે પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મ સ્ટોરી :-આ ફિલ્મ માં તમને એક્શન, ડ્રામા , પ્રેમ , કોમેડી પણ જોવા મળશે. એટલેકે ક્યાંક તમને બોરિંગ નહીં લાગે. ઇન્ટરવલ પહેલા ફિલ્મ હલકી ફૂલકી મજાક મસ્તીવાળી લાગશે. પણ ઇન્ટરવલ બાદ ફિલ્મ તેના સિરીયસ પડાવ પર પહોંચે છે. ક્યાંક તમને લાગશે કે થોડી એટલે થોડી ક જ લંબાવી દીધી છે. બાકી જોવા જઈએ તો મૂવી અથ થી ઇતિ સુધી માસ્ટર છે. વિશ્વાસ અને આસ્થાનો આંખો થી શરૂ થયેલો પ્રેમ. પ્રેમ ની ઇન્ટેન્સિટી, ઝનૂન તમને ખુરશીમાંથી હલવા નહીં દે . શું અંત આવશે આ પ્રેમ નો ? આસ્થા વિશ્વાસ ને મળશે કે કેમ જેવા સવાલો તમારા મન માં ઘૂમરાયા કરશે. જ્યારે અંતે વિશ્વાસ ને આસ્થા મળે છે પણ તે તેને હમેશા માટે છોડી ને જતી રહે છે. તે દ્રશ્ય તમને હચમચાવી નાંખશે. આંખ માં પાણી લાવી દેશે.

સ્ટોરી લાઇન :જેમ દરેક ફિલ્મ માં એક હીરો હોય અને એક વિલન હોય તેમ આ ફિલ્મ માં પણ વિશ્વાસ એટલેકે કે નિકુંજ મોદી ની સામે ભૈરવ એટલેકે કુશલ શાહ ની એક્ટિંગ લાજવાબ છે. ફિલ્મ માં ભૈરવ ની નીચતા જોઈ ચોક્કસ થી નફરત થઈ જાય. એટલું ઇન્ટેન્સ થી પાત્ર કુશલ શાહ દ્વારા ભજવાયું છે. બાકી બંને ના મિત્રો માં જે. ડી , આશિષ જોશી , જયદીપ ગાંગાણી જેવા કલાકારો એ પણ અદભૂત અભિનય દેખાડ્યો છે. કોમિક રોલ પણ જ્યાં જરૂર છે ત્યાં જ તમને જોવા મળશે. જબરદસ્તી થી હસાવવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. બ્રિજેશ પંચાલ દ્વારા લિખિત ડાયલોગ પણ તમને એકવાર ‘ વાહ ‘ કહેવા મજબૂર કરી દેશે.

સંગીત :આ ફિલ્મમાં ગીતો નો મસાલો જોવા નહીં મળે. એટલે કે આ ગીત અચાનક ક્યાંથી આવી ગયું એવું નહીં લાગે. ફિલ્મ માં ત્રણ જ ગીતો છે. એ પણ જોવાના અને સાંભડવાના ગમે એવા મજાનાં ગીતો છે. સ્ટોરી જે રીતે વહી રહી છે એ રીતે ગીતો મૂકવામાં આવ્યા છે. સંગીત કર્ણપ્રિય છે. લવ સોંગ છે ત્યાં ક્યાંક શાહરુખ ખાન ની ‘ફેન’ મૂવી ના ગીત સાથે તાલ મેચ થતો હોય એવું લાગે. જ્યારે આઈટમ સોંગ માં કરીના પળવાર માટે દિમાગમાં ફ્લેશ થઈ જશે. બાકી ગીતો શું ફિલ્મ પરિવાર સાથે બેસી ને જોવાઈ એવી છે. ઇનશોર્ટ ફિલ્મ બનાવવામાં દરેક કલાકારો એ પાડેલો પરસેવો વર્થ છે. એટલે કે એક વાર તો આ મૂવી જોવું જ પડે એ પણ સીનેમાઘર માં .

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!