ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ
માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે આઇટી સર્વિસિસ
હાલમાં કંપની લેપટોપ અને ડેસ્કટોપ સર્વિસ પોર્ટફોલિયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેમજ ટૂંક સમયમાં સર્વર, સ્ટોરેજ, પ્રિન્ટર રિપેર અને બીજી આવશ્યક આઇટી સપોર્ટ સર્વિસિસને પણ સામેલ કરવાની તજવીજમાં છે. કંપનીની કામગીરી ઉપર નજર નાખીએ તો ધીમું પર્ફોર્મ કરતાં લેપટોપને એસએસડી અપગ્રેડની જરૂર રહે છે. એકવાર Xcare.in એપ દ્વારા સર્વિસ બુક કરાવ્યા બાદ, માત્ર એક જ કલાકમાં અપગ્રેડ પૂર્ણ કરવામાં આવે છે, જેના પરિણામરૂપે ડિવાઇસના પર્ફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો મળે છે.
મહત્વપૂર્ણ છે કે, Xcare.inની પેરેન્ટ Xcort કંપનીની ઉત્કૃષ્ટ કામગીરીમાં રિલાયન્સ, એલએન્ડટી, એસ્સાર ગ્રૂપ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ જેવાં ટોચના સંસ્થાનોએ વિશ્વાસ મૂક્યો છે. Xcare.inના સ્થાપક અભય એલેક્સે જણાવ્યું હતું હતું, “અમે વિશ્વસનીય અને ગ્રાહક-કેન્દ્રિત સેવાઓ ઓફર કરતાં આઇટી સપોર્ટમાં ક્રાંતિ લાવવા કટીબદ્ધ છીએ. ભારતમાં રિપેર માર્કેટ ઘણા અંશે અસંગઠિત છે તેમજ ગ્રાહકોનો વિશ્વાસ સૌથી પ્રમુખ પરિબળ છે. આ સંજોગોમાં અમે ગુણવત્તા, પારદર્શિતા અને પ્રોફેશ્નાલિઝમના સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કરવા સાથે ગ્રાહકોને વિશ્વસનીય અને સુવિધાજનક આઇટી સોલ્યુશન્સ તેમના ઘર અને ઓફિસમાં પૂરા પાડવા માટે કટિબદ્ધ છીએ.”
પર્યાવરણીય સસ્ટેનેબિલિટી માટેની કટીબદ્ધતાના ભાગરૂપે Xcare.in અધિકૃત સીપીબીસી સેન્ટર્સ ખાતે તેના ઇ-વેસ્ટના મેનેજમેન્ટ માટે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) સાથે રજિસ્ટર્ડ છે. જે સુનિશ્ચિત કરે છે કે, Xcare.inની સેવાઓ જવાબદારીભર્યા ઇ-વેસ્ટ મેનેજમેન્ટના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરે છે, જે ટકાઉ કામગીરી દ્વારા પર્યાવરણને સુરક્ષિત રાખવાની તેની કટીબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અભય એલેક્સે ઉમેર્યું હતું કે, “અમારું વિઝન બેજોડ સુવિધા, પારદર્શિતા અને ગ્રાહક સંતોષ ડિલિવ કરતાં ગ્રાહકો અને સ્મોલ બિઝનેસ આઇટી સપોર્ટમાં સૌથી વિશ્વસનીય કંપની બનવાનું તેમજ હરિયાળા ભવિષ્ય માટે સસ્ટેનેબલ કામગીરીને પ્રોત્સાહન આપવાનું છે.” Xcare.inએ તેના “રિપેર વિથ કેર” સિદ્ધાંત સાથે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાગીદારી કરે છે. આ અંતર્ગત પ્રત્યેક બુક થયેલી સર્વિસ માટે રૂ. 1નું “ફીડ ધ હંગરી પહેલ માટે યોગદાન અપાય છે, જે સમાજ ઉપર સકારાત્મક પ્રભાવની કટીબદ્ધતા દર્શાવે છે.
લેપટોપ અને ડેસ્કટોપ રિપેર, અપગ્રેડથી લઇને સોફ્ટવેર ટ્રબલશુટિંગ અને સ્પેર પાર્ટ્સ રિપ્લેસમેન્ટ માટે Xcare.in એન્ડ-ટુ-એન્ડ આઇટી સોલ્યુશન્સ પૂરું પાડે છે. ગ્રાહકો એપ દ્વારા સર્વિસ અને પાર્ટ્સ માટે વિસ્તૃત ડાયગ્નોસ્ટિક અને ક્વોટેશન મેળવે છે, જે કોઇપણ છુપા ખર્ચ ન હોવાનું સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત Xcare.in સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓ માટે ઓન-સાઇટ રિપેર્સ અને રિમોટ આસિસ્ટન્સ બંન્ને પ્રાપ્ત થાય છે. ગુણવત્તા અને સુરક્ષા માટે ISO-સર્ટિફાઇડ ધોરણોનું પાલન થઇ રહ્યું છે. સરળ બુકિંગ માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ ઉપર Xcare.in એપ ડાઉનલોડ કરો અથવા સપોર્ટ માટે કોલ કરો – 78002-18002
આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…
અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…
આ વર્ષની થીમ છે 'ઝડપથી કામ કરવું' એટલે ઝડપથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ની…
- નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ વડોદરા શહેરમાં આવેલ વિનાશક…
હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…