fbpx Press "Enter" to skip to content

એક્ઝિટ પોલના ડામાડોળ વચ્ચે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો પર નજર

 એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે

ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં મહત્વનું રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થઇ ટાયરથી જ હાઈપ્રોફાઈલ બની રહી હતી,દેશ અને દુનિયાની નજર આ ચૂંટણી પર મંડરાઈ છે.હવે જયારે ચૂંટણીઓ સંપન્ન થઇ છે અને 23 તારીખ એટલે કે બે દિવસ પછી પરિણામો આવવાના છે ત્યારે કોની સરકાર બનશે તેને લઇ અટકળો અને ચર્ચાઓનું તોફાન આવ્યું છે.મહારાષ્ટ્રનું મહાભારતમાં કોની જીત અને કોની હાર થશે તેના સમીકરણ અને ગણિત મંડાયા છે તમામ રાજકીય પક્ષો પોતાની રીતે આંકલન કરી જીતના દાવાઓ કરી રહ્યા છે જોકે જીતશે કોણ તે તો 23મીના પરિણામ પછી જ ખબર પડશે મહારાષ્ટ્રને આગામી દિવસોમાં કોની સરકાર મળશે તે બસ હવે બે દિવસમાં જ ખબર પડી જશે પણ ‘મહાયુતિ કે મહાઅઘાડી’ વચ્ચેની આ જોરદાર ટક્કરમાં એક્ઝિટ પોલ પણ ડામાડોળ છે એક્ઝિટ પોલના તારણો પણ જુદાજુદા છે કોઈ એક્ઝિટ પોલ મહાયુતિ તરફ છે તો કોઈ મહાઅઘાડીને જીતાડી રહ્યા છે.આમ તો મોટાભાગના એક્ઝિટપોલ મહાયુતિ ફરી સરકાર બનાવે તેવી આગાહી કરે છે જેને લઇ હાલ તો મહાઅઘાડીની ઉંઘ ઉડી છે અને જો એક્ઝિટ પોલ સાચા પુરવાર થઈ તો હાર માટેના કારણો પણ તૈયાર કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

થોડાક મહિના પહેલાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી આવેલા પરિણામોથી મહાવિકાસ આઘાડી હરખાયું હતું.લોકસભાની સફળતાને લઈ લોકસભાના પરિણામોનું વિધાનસભામાં પુનરાવર્તનની આશા સાથે મહાવિકાસ આઘાડીઓએ મનમેળ ન હોવા છતાંય મળીને જ ચૂંટણી લાડવાનો નિર્ણય કરાયો હતો,બીજી તરફ મહાયુતિમાં પણ અજિત પાવર અને ભાજપ વચ્ચે છેક છેલ્લે સુધી ટકરાવ જોવા મળ્યો હતો,“મહાયુતિમાં પણ મતભેદ છે,પરંતુ ત્યાં અમિત શાહની ધાક છે, તેમનો ડર છે. તેથી કોઈ બોલવાની હિંમત કરતું નથી. જયારે મહાઅઘાડીમાં કોઈ કોઈને પૂછતું નથી. શરદ પવારનો અલગ તંબુ છે.ઉદ્ધવ ઠાકરેનો અલગ તંબુ છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નાના પટોળે એવી પરિસ્થિતિ છે.”જોકે રાજનીતિ કદાચ અને જ કહેવાતી હશે કે સત્તા માટે કઈ પણ કરવું પડે તો કરી લેવું?ખેર મહાયુતીને આશા છે કે,મુખ્ય મંત્રી એકનાથ શિંદેના વડપણ હેઠળ સરકાર વિવિધ યોજનાઓ સત્તા પર પાછા ફરવાની ચાવી સાબિત થશે તેમજ કેટેગે તો બટેગે મહાયુતિ માટે સંજીવનીનું કામ કરશે બીજીબાજુ મહાઅઘાડીઓએ પણ પ્રચારમાં સરકારની નીતિઓનો આક્રમકતા સાથે વિરોધ કર્યો હતો જે તેઓ માટે ફળદાયી નીવડે તેવું લાગે છે જોકે મહારાષ્ટ્રના મહાભારત ‘મહાયુતિ કે મહાઅઘાડી’ કોણ કોના પર ભારી તેના પરથી પડદો હવે ગણતરીના કલાકોમાં જ ઉચકાઈ જશે.

“કોની તરફ પલડું ઝૂકી રહ્યું છે એ કળી શકાતું નથી?

મહારાષ્ટ્રની આખી ચૂંટણી દરમિયાન મતદારોનું મૌન રાજકીય પક્ષો માટે અકળાવનારું બની રહ્યું છે.મહારાષ્ટ્રનો મતદાર કોની પડખે રહે છે તેનો ખ્યાલ ભલભલા ચૂંટણીના જાણકારોને પણ નથી આવી રહ્યો છે.મતદારોના ઝુકાવને લઇ રાજકીય જાણકારો પર ગોથા ખાઈ રહ્યા છે.રાજકીય પંડિતો પણ છાતી ઠોકીને કશું જ બોલી શકતા નથી આમ તો “2014 પછી ભાજપ મહારાષ્ટ્રમાં એક મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો તેમજ આ ચૂંટણીમાં પણ ભાજપ પ્રબળ પક્ષ તરીકે ઉભરવાના પ્રયાસ કરી રહ્યો છે પણ ગઠબંધન અને જોડાણની જે રાજનીતિ અત્યારે ચાલી રહી છે તે આગામી પાંચ-દસ વર્ષ ચાલુ રહી શકે છે. ત્રીજું પરિબળ એ છે કે રાજ્યમાં ઘણા નાના પક્ષો ઉભરી આવ્યા છે,તેથી પરિણામ પછી આવા નાના પક્ષો સાથે મળીને એક મોટો પક્ષ નવું સમીકરણ રચી શકે છે અને આ નાના પક્ષો કે અપક્ષો કિંગ મેકર પણ સાબિત થઇ શકે છે.આ વેળાની ચૂંટણીમાં કોનું પલડું ભારે દેખાય છે, એવા સવાલના જવાબમાં એવું કહી શકાય એક અત્યારે કઈ પણ કહેવું મુશ્કેલ અને ઉતાવળું છે. લોકસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને મળેલા મતમાં એક જ ટકાનો ફરક હતો. સાદી ભાષામાં કહીએ તો વાસ્તવમાં બન્નેની તાકાત સમાન હતી તેથી કટોકટની લડાઈ થવાની સંભાવના છે.

શરદ પાવર ફેક્ટર કેટલો ‘પાવર’ બતાવે છે?

મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાન બાદ પરિણામોને લઇ અટકળો લગાડવાની શરૂઆત થઇ ગઈ છે તમામ રાજકીય પક્ષની સાથે સાથે ઉમેદવારો પણ જીત હારના ગણિત લગાવતા થઇ ગયા છે,મતદાનની ટકાવારીમાં ગત ચૂંટણી કરતા બહુ જાજો ફરક નથી પણ વધેલું મતદાન ભાજપ અને મહાયુતિ તરફે હોવાનો દાવો કરાઈ રહ્યો છે બીજી તરફ મહાઅઘાડીઓ શરદ પાવરનું ફેક્ટર મજબૂત સાબિત થશે તેવો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે,હાલ મહારાષ્ટ્રનું રાજકારણ શરદ પવારનું નામમાં મહાઅઘાડીની સફળતા-નિષ્ફળતાના ગણિત પર નિર્ભર રહેશે.મહાઅઘાડી સત્તા પર આવશે તો મહારાષ્ટ્ર શરદ પવાર ફૅક્ટરને સ્વીકારી રહ્યા હોવાનું કહેવાશે,અને મહાયુતિનો વિજય થશે તો તે ફૅક્ટરને મતદારોએ નકાર્યું છે એવું માનવું પડશે.કોઈ પણ રાજકીય પક્ષ કે નેતાનું ખરેખર શું થશે તેની અત્યારે કોઈ ગૅરંટી નથી.” ત્યારે જોવાનું એ છે કે આ ચૂંટણીમાં શરદ પાવરનો પાવર કેટલો છે?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન થયું હતું, મતદાન પૂર્ણ થતાની સાથે જ એકઝીલ પોલના તારણોની હરમાળો લાગી ગઈ હતી અનેક ન્યુઝ ચેનલો ની સાથે સાથે એજન્સીઓના પોલ આવવા લગાય હતા જેમાં મહારાષ્ટ્રમાં એનડીએ એટલે કે મહાયુતિ સરકાર સત્તામાં પાછી ફરશે તેવા સંકેત મોટાભાગના પોલમાં જોવા મળ્યા હતા જોકે અમુક પોલ કાંટાની ટક્કર તો મહા યુતિને પછાડી મહા અઘાડી સત્તાના દરવાજે ટકોર આપી રહ્યા હોવાનું પણ ભવિષ્ય ભાખ્યું હતું ખેર મોટાભાગની એજન્સીઓ અનુમાન લગાવી રહી છે કે મહારાષ્ટ્રમાં એનડીએ એટલે કે મહાયુતિ સરકાર સત્તામાં રહી શકે છે,પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં જે રીતે એક્ઝિટ પોલ્સેથી વિપરીત પરિણામો આવ્યા છે તે જોતાં એક્ઝિટ પોલના અંદાજો પરનો વિશ્વાસ થોડો ડગ્યો છે.

મુંબઈ આર્થિક રાજધાની

આજે એટલે કે બુધવારે મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝારખંડમાં તે બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં ચૂંટણીની લડાઈ મુખ્યત્વે બે ગઠબંધન વચ્ચે છે. એક તરફ મહાયુતિ ગઠબંધન છે જે સત્તામાં છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી છે જે વિપક્ષની ભૂમિકામાં છે. જ્યારે, ઝારખંડમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં એનડીએ છે અને બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ છે.

આર્થિક દૃષ્ટિકોણથી મહારાષ્ટ્ર મહત્ત્વનું

મહારાષ્ટ્ર કેન્દ્ર સરકાર માટે એક મહત્વપૂર્ણ રાજ્ય છે. જો અહીં ફરીથી મહાયુતિની સરકાર બનશે તો વિવિધ નીતિઓને લઈને કોઈ સંઘર્ષ નહીં થાય. કોઈપણ રીતે,મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને રાજ્યમાં દેશ અને વિશ્વની ઘણી મોટી કંપનીઓ છે.પરંતુ જો અહીં સત્તા પરિવર્તન થાય છે અને મહાવિકાસ અઘાડીને સરકાર બનાવવાની તક મળે છે તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ જોવા મળી શકે છે.

BY DIPAK KATIYA ON NOVEMBER 21, 2024

error: Content is protected !!