રેડ બોલની સરખામણીમાં પિંક બોલમાં ખાસ કોટિંગ હોય છે
આજથી ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટની શરૂઆત થઇ છે આ ટેસ્ટ ખાસ છે,આ ટેસ્ટ એટલા માટે ખાસ છે કે આ ડે-નાઈટ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ રહી છે,ભારતીય સમય મુજબ સવારે 9 વાગે મેચની શરૂઆત થઇ હતી. પિંક બોલથી રમાતી ટેસ્ટ જોવા ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ સવારથી જ ટીવી પર ગોઠવાઈ ગયા હતા,જોકે પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓની બેટીંગે ફેન્સને નિરાશ કર્યા હતા પણ અહીં વાત પિંક બોલની કરવી છે,પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટને લઇ લોકોમ ઉત્સુકતા જોવા મળી રહી છે.ક્રિકેટ પ્રેમીઓથી માંડી સામાન્ય લોકો પિંક બોલથી આશ્ચર્ય પામી રહ્યા છે તેમના આશ્ચર્યનું કારણ એ છે કે પિંક બોલ તથા રેડ બોલ વચ્ચે શું તફાવત છે? તો જાણીએ કે આ બે કલરના બોલ વચ્ચે શું ડિફરન્ટ છે.
પિંક બોલ અને રેડ બોલ વચ્ચેનો તફાવત એ છે કે રેડ બોલની સરખામણીમાં પિંક બોલ પર વિશેષ કોટિંગ લગાવવામાં આવે છે. તે એક પોલીયુરેથીન છે. જેના કારણે આ દડો લાંબા સમય સુધી ચમકતો રહે છે. ચમકતો હોવાને કારણે આ બોલ વધુ સ્વિંગ મેળવે છે અને વધુ સ્વિંગને કારણે બોલરોને મદદ કરે છે. ગુલાબી બોલ લગભગ 40 ઓવર સુધી સ્વિંગ થાય છે. જો કે, આ સ્વિંગ કેટલીકવાર 50 થી 55 ઓવર સુધી મળી શકે છે.આ સાથે, પિંક બોલમાં રિવર્સ સ્વિંગ પણ વધુ જોવા મળે છે. ઉપરાંત આ બે દડા વચ્ચે યાર્નનો તફાવત છે. પિંક બોલ સફેદ દોરીથી સીવેલો હોય છે જ્યારે રેડ બોલ કાળા દોરાથી સીવવામાં આવે છે.પિંક બોલનો ઉપયોગ પણ સારી વિઝિબિલિટી માટે પણ થાય છે.પિંક બોલનો ઉપયોગ ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. કારણ કે રાત્રે લાઈટ હેઠળ પિંક બોલની વિઝિબિલિટી રેડ બોલ કરતાં વધુ સારી છે.
પિન્ક બોલથી આવતી સમસ્યા?
ટેસ્ટ ક્રિકેટમાં પિંક બોલન ઉપયોગની શરૂઆત સાથે જ ખેલાડીઓને કેટલીક કઠણાઈનો સામનો પણ કરવો પડી રહ્યો છે અત્યાર સુધી રેડ અને સફેદ બોલ પર ક્રિકેટ રમનાર કેટલાક ખેલાડીઓને કલર વિઝનની સમસ્યા રહી શકે છે,આ ઉપરાંત પિંક બોલથી બોલની લાઈન અને લેન્થને જજ કરવી પણ બેસ્ટમેન માટે સરળ નથી માટે પિંક બોલમાં સમસ્યાઓ પણ આવે છે.તો બેસ્ટમેને પિંક બોલને રમવા માટે બોલને અંત સુધી જોવો પડે છે.આ બોલ સાથે કીપિંગ કરવી પણ એકદમ અલગ છે, કારણ કે બોલમાં વધુ ચમક હોય છે.બીજીતરફ બોલરો માટે પિંક બોલ ફાયદા રૂપ થઇ શકે છે પિંક બોલ બોલરો માટે મદદરૂપ થઈ શકે છે કારણકે આ બોલથી રમવામાં બેટ્સમેનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રંગ દ્રષ્ટિની સમસ્યા હોય તો ગુલાબી બોલ ખેલાડીને પરેશાન કરી શકે છે..?
ખાસ કરીને રાત્રિના સમયે ગુલાબી બોલને વધુ સારી રીતે વિઝિબિલિટી આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.ગુલાબી બોલના કેટલાક પાસાઓ છે જેની સાથે ખેલાડીઓ સંઘર્ષ કરી શકે છે. જે ખેલાડીઓને રંગ દ્રષ્ટિની સમસ્યા હોય તેમને ગુલાબી બોલ જોવામાં અને તેની લાઇન-લેન્થ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. આ કારણે તેને બોલનો યોગ્ય અંદાજ કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.રાત્રે રમતી વખતે ગુલાબી બોલ સરળતાથી જોઈ શકાય છે, જે લાલ બોલ કરતાં વધુ સારો છે. લાલ બોલનો ઉપયોગ સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે, કારણ કે દિવસ દરમિયાન તેની દૃશ્યતા વધુ અસરકારક હોય છે.
BY DIPAK KATIYA ON DECEMBER 6, 2024