ભારત આજે ટેકનોલોજી ઉપભોક્તામાંથી ઉત્પાદક દેશ બન્યો
ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ સમગ્ર માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઇન્ડિયાના અભિયાન મારફતે સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે. સમયની સાથે સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને અપનાવતો નથી, સમય તેને પાછળ રાખીને આગળ નીકળી જાય છે અને તે દેશ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિના સમયે ભારત તે ભોગવી ચૂક્યું છે. પરંતુ આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0 છે આજે ભારત ગર્વથી કહી શકે છે કે હિન્દુસ્તાન દુનિયાને દિશા ચીંધી રહ્યું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ગુજરાત સ્ટેટ ડાટા સેન્ટર (જીએસડીસી), ગુજરાત સ્ટેટવાઇડ એરિયા નેટવર્ક (જીએસડબ્લ્યુએએન), ઇ ગ્રાન્ટ સેન્ટર્સ અને એટીવીટી જનસેવા કેન્દ્ર જેવા પાયા રચવામાં આવ્યા છે.સુરત, બારડોલીની નજીક જ્યારે સુભાષ બાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યાં સુભાષ બાબુની યાદમાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઇ વિશ્વગ્રામને એ સમયે લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અનુભવોએ 2014 પછી રાષ્ટ્રીય સ્તર પર ટેકનોલોજીના ગવર્નન્સનો વ્યાપક હિસ્સો બનવામાં ખૂબ મદદ કરી છે, ધન્યવાદ ગુજરાત. આ જ અનુભવ ડિજિટલ ઇન્ડિયા મિશનનો આધાર બને. વિશ્વમાં સૌથી વધુ એટલે કે 140 કરોડથી વધુની વસ્તી ધરાવતો ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે. આજના ડિજિટલ યુગમાં દેશની કુલ વસ્તીમાંથી અડધી વસ્તી પાસે ઈન્ટરનેટ છે. આપણી પાસે વિશ્વમાં સૌથી વધુ 72 કરોડ ઇન્ટરનેટ યૂઝર્સ છે. ભારત વિશે એક રસપ્રદ તથ્ય છે કે આ દેશ યુવા છે, કારણ કે, આપણી ત્યાં લગભગ 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે.
નાગરિકોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો
આજે જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ તો તમે અનુભવ્યું હશે કે આ સાતથી આઠ વર્ષમાં ડિજિટલ ઇન્ડિયાએ આપણા જીવનને કેટલું આસાન બનાવી દીધું છે. 21 સદીમાં જેમનો જન્મ થયો છે, જે આપણી યુવાન પેઢી છે, જેમનો જન્મ 21મી સદીમાં થયો છે તેમને માટે તો આજે ડિજિટલ લાઇફ એકદમ કૂલ લાગે છે, ફેશન સ્ટેટમેન્ટ લાગે છે તેઓને. પરંતુ માત્ર 8-10 વર્ષ અગાઉની પરિસ્થિતિને યાદ કરો. જન્મનું પ્રમાણપત્ર લેવા માટે લાઇન, બિલ ભરવા માટે લાઇન, રાશન માટે લાઇન, પ્રવેશ માટે લાઇન, પરિણામ અને પ્રમાણપત્ર લેવા માટે લાઇન, બેંકોમાં લાઇન, આટલી બધી લાઇનોનો ઉકેલ ભારતે ઓનલાઇન બનીને આપ્યો છે. આજે જન્મના પ્રમાણપત્રથી લઇને વરિષ્ઠ નાગરિકની ઓળખ આપનારા જીવન પ્રમાણપત્ર (હયાતીનું પ્રમાણપત્ર) સુધી, સરકારની મોટા ભાગની સેવાઓ ડિજિટલ છે નહિતર અગાઉ તો સિનિયર સિટીઝને અને ખાસ કરીને પેન્શનર્સે રૂબરૂ જઈને કહેવું પડતું હતું કે જે જીવિત છે. જે કામો માટે કયારેક તો દિવસોના દિવસો વીતી જતા હતા તે આજે માત્ર ગણતરીની પળોમાં જ થઈ જાય છે.જનધન મોબાઇલ અને આધાર, જીઇએમ, આ તમામની જે ત્રિશક્તિનો દેશના ગરીબો અને મધ્યમ વર્ગને તેનો સૌથી વઘુ લાભ થયો છે. તેનાથી જે સવલત સાંપડી છે અને જે પારદર્શકતા આવી છે તેનાથી દેશના કરોડો પરિવારોના પૈસા બચી રહ્યા છે. સમગ્ર રીતે વિચારીએ તો ડિજિટલાઈઝેશનમાં દેશની અર્થવ્યવસ્થા અને દેશના સમાજને બદલવાની, વધુ કાર્યક્ષમ બનાવવાની તેમજ પારદર્શકતા તથા સર્વસમાવેશકત લાવવાની ક્ષમતા છે.કાગળનો વપરાશ ઓછો થઈ શકે અને વૃક્ષોની કાપણી તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે.
શહેર અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડ્યું
આઠ વર્ષ અગાઉ ઇન્ટરનેટ ડાટા માટે જે રૂપિયા ખર્ચવા પ ડતા હતા તેના કરતાં કેટલાય ગણા ઓછા એટલે કે લગભગ નહિવત, એ દર કરતાં આજે ઘણી ઓછી કિંમતમાં તેના કરતાં પણ બહેતર સુવિધા મળી રહી છે. અગાઉ તો બિલ ભરવા માટે, ક્યાંક અરજી આપવા માટે, રિઝર્વેશન માટે, બેંકના કોઈ કામકાજ માટે, આવી તમામ સેવાઓ માટે ઓફિસોનો આંટા મારવા પડતા હતા. રેલવેનું રિઝર્વેશન કરાવવાનું હોય અને ગામડામાં રહેતા હો તો બિચારો આખો દિવસ વીતાવીને શહેરમાં જતો હતો, 100 થી 150 રૂપિયાનું બસ ભાડું ખર્ચ કરતો હતો અને પાછો રેલવે રિઝર્વેશન માટે લાઇનમાં ઊભો રહેતો હતો. આજે તે કોમન સર્વિસ સેન્ટરમાં જાય છે અને ત્યાંથી જ તેને આ મારી કોમર્સ સર્વિસવાળી ફોજ જોવા મળે છે. અને, ત્યાંથી જ તેનું કામ થઈ જાય છે, ગામમાં જ થઈ જાય છે. અને ગામડાના લોકોને પણ ખબર છે કે આ વ્યવસ્થા ક્યાં છે. તેમાં પણ ભાડા, આવવા જવાનું, આખો દિવસ લાગવાનું આ તમામ ખર્ચમાં કાપ આવી જાય છે. ગરીબ અને મહેનત મજૂરી કરનારા લાકો માટે તો આ બચત વધારે મોટી છે કેમ કે તેમનો આખો દિવસ બચી જાય છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાને જે એક સૌથી મોટું કામ કર્યું છે તે છે શહેર અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડી દેવાનું. આપને યાદ હશે કે શહેરોમાં તો થોડી પણ સવલત હતી પરંતુ ગામડાના લોકો માટે તો પરિસ્થિતિ વધારે તકલીફદાયક હતી. ગામડા અને શહેર વચ્ચેનું અંતર ઘટશે તેવી પણ કોઈને કલ્પના કરી શકતું ન હતું. ગામડામાં નાનામાં નાની સુવિધા માટે આપે તાલુકા કે જિલ્લાના વડામથકની કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. આવી તમામ સમસ્યાઓને પણ ડિજિટલ ઇન્ડિયા અભિયાને આસાન બનાવી દીધી છે અને સરકારને નાગરિકના દ્વાર પર, તેના ગામ, ઘર અને તેમની હથેળીમાં ફોન લાવીને મૂકી દીધો છે. ગામડામાં સેંકડો સરકારી સેવાઓ ડિજિટલી આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં ચાર લાખ કરતાં વધારે કોમન સર્વિસ સેન્ટર સાંકળી લેવામાં આવ્યા છે. આજે ગામડાના લોકો આ કેન્દ્રો મારફતે ડિજિટલ ઇન્ડિયાનો લાભ લઈ રહ્યા છે. શહેરોની માફક ગામડાના ઘરોની મેપિંગ અને ડિજિટલ લીગલ ડોક્યુમેન્ટ ગ્રામીણોને આપવાનું કામ ચાલી રહ્યું છે. ડ્રોન ગામની અંદર જઇને તમામ ઘર પર મેપિંગ કરી રહ્યું છે, નકશો બનાવે છે, તે સહમત થાય છે, તેને પ્રમાણપત્ર મળે છે. હવે તેની કોર્ટ કચેરીઓની ઝંઝટ બંધ…આ શક્ય બન્યું છે ડિજિટલ ઇન્ડિયાને કારણે. ડિજિટલ ઇન્ડિયા અભિયાને દેશમાં જંગી સંખ્યામાં રોજગારી અને સ્વરોજગારીની તકો પણ પેદા કરી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે મુકાબલો કરવામાં ભારતની ઘણી મદદ કરી છે. એ સમયે દેશની માત્ર 19 ટકા વસતી ઇન્ટરનેટ સાથે જોડાયેલી હતી અને માત્ર 15 ટકા લોકો પાસે મોબાઇલ ફોન હતા. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પાસે બૅન્ક એકાઉન્ટ પણ ન હતાં, પરંતુ આજે દૃશ્ય તદ્દન અલગ છે. ભારતની અડધોઅડધ વસતી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ગ્રામીણ નાગરિકોને રોજબરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ 20 જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ 10 હજાર ગ્રામ પંચાયતમાં શરૂ કરાઈ હતી . સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થયું છે અને કચેરીમાં ગયાં વિના જ ઘેરબેઠાં સુવિધા સેવા મળવાથી 100 ટકા ફેઇસ લેસ અને પેપર લેસ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થઇ છે.
ડિજિટલ ક્રાંતિનાં આયામો
ડિજિટલ ક્રાંતિ અને નવાં આયામોવર્ષ 2016 ના મધ્યમાં લોન્ચ થયેલી UPI (united payment interface) સિસ્ટમે આપણા રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ક્રાંતિ લાવી દીધી છે. હવે આપણે નવી નોટ ગોતવી, કોઈ ફાટેલી કે ગંદી સેલોટેપ મારેલી નોટ પરાણે સ્વીકારવી, પરચુરણને બદલે વિક્સની પીપર લેવી કે દુકાનદારે 45 ને બદલે 40 રૂ. લઈ સંતોષ માનવો, આપણે 38 ના 40 આપી છૂટા જવા દેવા – આ બધું હવે આ આશરે સાડા સાત વર્ષમાં ભૂતકાળ બની ગયું છે. તમે એક લાખ સુધીની રકમ upi થી ચૂકવી શકો છો.આ વ્યવહારો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા નિયંત્રિત થાય છે.
5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
આપણા દેશની અર્થવ્યવસ્થામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ આ વર્ષે માર્ચમાં દેશની જીડીપી 3.7 ટ્રિલિયન ડોલરની સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નો અંદાજ છે કે, ભારત 2027 સુધી 5.4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને વિશ્વમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં વિશ્વપટલ પર પોતાની હાજરી નોંધાવશે.
M-બેન્કીંગની સૌપ્રથમ સફળતા સાંબરકાંઠામાં મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડીયાની જાહેરાત કરાઈ તેની સાથે ગુજરાતમાં ડિજિટલ સ્ટેટ બનવાની કવાયત સન 2014માં શરુ કરાઈ હતી. ગુજરાતમાં આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા ગામડાઓમાં ડિજિટલ ક્રાંતિ માટે M-બેન્કીંગની સુવિધા શરુ કરાઈ હતી, ગુજરાતમાં ડિજિટલ વિલેજનો પ્રોગ્રામ નરેન્દ્ર મોદીએ સન 2014માં શરુ કરાવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ કાગળની ખપત ઘટાડી નાણાંકીય વ્યવહારમાં વધુ સરળતા લાવવાનો હતો. તેની સાથે જરૂરિયાતની કામગીરીઓ ઓફિસમાં ગયા વગર ઘરે રહીને કોઈપણ વ્યક્તિ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
સ્વદેશી 5G ટેકનોલોજીના પ્રારંભ
ભારતને 5Gના સ્વરૂપે વર્તમાન “Decade ને Techade”માં પરિવર્તન કરવાની એક સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી 2G, 3G અને 4G ટેક્નોલોજી બાબતે ભારત દેશ અન્ય દેશ પર નિર્ભર હતો, જ્યારે સ્વદેશી 5G ટેકનોલોજીના પ્રારંભ સાથે ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજી ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. 5G ટેક્નોલોજીના પ્રારંભ સાથે ભારત દેશ ટેકનોલોજીનો માત્ર ઉપભોક્તા ન રહેતા નવીનતમ ટેકનોલૉજીના અમલીકરણમાં કાર્યશીલ ભૂમિકા નિભાવી રહ્યો છે. ભારત દેશ ડિજિટલ ઇકોનોમી ક્ષેત્રમાં બીજો સૌથી મોટો ઉપભોક્તા ધરાવતો દેશ છે. ભારતમાં 117 કરોડથી વધુ દૂરસંચાર ઉપયોગકર્તા તેમજ 82 કરોડથી વધુ ઇન્ટરનેટના ઉપયોગકર્તા છે.
ડિજિટલ કરન્સીની દોડ
કોઈ પણ પરિવર્તન સાથે જેટલા અવસર જોડાયેલા છે, તેટલા જ પડકારો પણ રહે છે. ડિજિટલ કરન્સીના રુપમાં ભારત વૈશ્વિક સ્તર પર એક મજબૂત લકીર ખેંચવા માગે છે જે અર્થતંત્રમાં વધી રહેલા ડિજિટલ લેવડ-દેવડના હિસાબે બહુ જરૂરી કદમ દેખાઈ રહયું છે. પણ ડિજિટલ રૂપિયાને પ્રભાવી રુપથી લાગૂ કરવાની સામે એની ઘણી તકનીક અને પડકારો જોવા મળી રહ્યા છે, જેમાં તેના સંભવિત ફાયદાઓ પર લાંબી ચર્ચા થવા જઈ રહી છે. યૂપીઆઈના રુપમાં નવી નાણાકીય ક્રાંતિના જનકના રુપમાં સ્થાપિત થયેલું ભારત હાલમાં વર્તમાનમાં વિશ્વના ડિજિટલ કરન્સીના રુપમાં નવી ડિજિટલ ક્રાંતિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે આરબીઆઈએ તમામ જરૂરી શોધ કાર્ય અને તકનિકી નિર્માણનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. જોકે, સંભવના અને પડકારો મધ્યમાં ડિજિટલ કરન્સીના વૈશ્વિક પરીક્ષણ કાર્યક્રમને સમજવાની જરૂર છે.ડિજિટલ કરન્સી નાણાકીય દુનિયાની નવી શોધ છે જેમા પાછળ રહેવું આર્થિક રુપથી મોંઘું સાબિત થઈ શકે છે.
આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ
દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્ય ડેટાની એક મજબૂત વ્યવસ્થાતંત્રનું સર્જન કરવા માટે નીતિ આયોગે કરેલી ભલામણના આધારે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ મિશનનો ઉદ્દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં લોકોને જાગૃત કરીને હેલ્થ મિશન સાથે જોડવાનો છે. આ યોજનાના માધ્યમથી તમામ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓને એક ડિજિટલ માધ્યમ પ્રાપ્ત થશે. દરેક નાગરિકનો આરોગ્ય સંબંધિત ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે અને તેમાં ડૉક્ટર અને આરોગ્ય સુવિધાઓને પણ રજિસ્ટર કરવામાં આવશે. નેશનલ હેલ્થ ઑથોરિટી અંતર્ગત નેશનલ ડિજિટલ હેલ્થ મિશન બનાવવામાં આવ્યું છે. સરકાર તેના માટે વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો
ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યા સતત વધી રહી, જેમાં ગામડાના લોકો પણ પાછળ નથી. અને આ દર્શાવે છે કે, દેશમાં ઘણા હેતુઓ માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રાઈબર રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 ના અંતમાં, ભારતમાં 936.16 મિલિયન યુઝર્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા.
ડિજિટલ પેમેન્ટની દુનિયામાં વાગી રહ્યો છે ડંકો
ભારતમાં ઘણાં ડિજિટલ વૉલેટ ઉપલબ્ધ છે, જેમાં પેટીએમ, ફોનપે, ગૂગલપે, એમેઝોનપે અને ફ્રીચાર્જનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં અલીપે અને વીચૅટપેનું કામકાજ સૌથી મોટું છે, જ્યારે અમેરિકા તથા યુરોપમાં એપલપે સૌથી વધુ પ્રચલિત ડિજિટલ વૉલેટ છે.યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(યુપીઆઈ)ને લીધે ભારતીયોની લેવડ-દેવડમાં ક્રાંતિ આવી છે અને લોકો માટે તરત પૈસા મોકલવાનું તથા મેળવવાનું આસાન બનાવી દીધું છે.ડિજિટલાઈઝેશનની શરૂઆત આમ તો 2006માં જ થઈ ચૂકી હતી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015ની પહેલી જુલાઈએ ડિજિટલ ઇન્ડિયા અભિયાન ઔપચારિક રીતે શરૂ કર્યું ત્યારથી તેણે ગતિ પકડી હતી.
ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતિ
રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજારભાવની માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ “I- ખેડૂત પોર્ટલ” ઉપલબ્ધ બનાવ્યું છે. “ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી”ની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય પાલન, જમીન અને જળ સંરક્ષણ સહિતની તમામ યોજનાઓની માહિતી અને સેવાઓ ઓનલાઈન
ઉપલબ્ધ થવાથી ખેડુતો લાભાન્વીત થઈ રહ્યા છે.
જો કે, દેશની સામે ઘણા પડકાર પણ છે, જેમાં ફેક માહિતી, ભડકાઉ ભાષણ, નાણાકીય અને ડેટા છેતરપિંડી સામેલ છે, જેના પર નજર રાખવાની જરૂર છે. એવામાં આ પડકારોને દૂર કરવા માટે આપણે એકસાથે આવવું પડશે અને નવા ભારત માટે વિચારોનું આદાન-પ્રદાન કરીને દેશને સશક્ત કરવું પડશે.
BY KALPESH MAKWANA ON NOVEMBER 10, 2024