fbpx Press "Enter" to skip to content

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધવાના કારણો

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધવાના કારણો

ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત દેશ એક પારંપરિક દેશ છે જે લગ્નનો મતલબ થાય છે જીવનભરનો સાથ. એક સમય હતો જ્યારે ભારતમાં ડાઈવોર્સ રેટ વિદેશ કરતા ખૂબ ઓછો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં ભારતમાં પણ છુટાછેડાના મામલામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. તો કેટલાક કેસમાં તો સાવ નજીવી બાબતમાં પણ લગ્ન તૂટી જવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે ભારતમાં બે દાયકામાં ડિવોર્સ વધવા પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે.

છુટાછેડાના વધતા કેસના મુખ્ય કારણો

*વ્યસ્ત જીવનશૈલી – આજના સમયમાં દરેક વ્યક્તિની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. પત્ની પણ પગભર થતાં બંને વચ્ચે સમય નો અભાવ ચોક્કસ રહે છે. ત્યારે રોજીંદી વ્યસ્તતાના કારણે બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ સર્જાતી હોય છે. જેના કારણે તેઓ ધીરે-ધીરે એક બીજાથી દૂર થવા લાગે છે. આવી સ્થિતિમાં છુટાછેડા થવાની શક્યતા વધી જાય છે.

*સામાજિક વિચારોમાં બદલાવ

મહત્વનું છે કે પહેલાના સમયમાં છૂટાછેડા બદનામીનું કારણ બની જતા. લગ્ન તોડવાનો નિર્ણય કરવો એ સરળ ન હતો. સમાજમાં તેને ઝડપથી સ્વીકારવામાં પણ આવતું નહીં. પરંતુ હવે સમાજમાં ડિવોર્સને વધારે મહત્વ આપવામાં આવતું નથી. લોકો ડિવોર્સને પણ સામાન્ય સ્થિતિની જેમ સ્વીકારતા થયા છે તેથી લગ્નજીવન તૂટવા નવી વાત નથી રહી.

*મહિલાઓની જાગૃતિ

મહિલાઓ હવે સાક્ષર થઈ રહી છે અને ફાઇનાન્સયલી ઇન્ડિપેન્ડન્ટ બની રહી છે. તેથી તેઓ વધારે સારી રીતે સમજી શકે છે કે જ્યાં તેમનું શોષણ થતું હોય ત્યાંથી દૂર થઈ જવામાં કોઈ જ ખરાબી નથી. જ્યારે પહેલાના સમયમાં મહિલાઓ શારીરિક-માનસિક ત્રાસને સહન કરીને પણ જીવન ગુજારી લેતી હતી. કારણ કે તે પોતાના પતિ પર નિર્ભર રહેતી હતી. પરંતુ હવે મહિલાઓ એ ઉંબરૉ ઓળંગતા પોતાના નિર્ણય જાતે લઈ રહી છે. તેમજ જાગૃતિના કારણે ટોક્સિક રિલેશનશિપમાંથી પણ બહાર આવી રહી છે.

*ઈગો પ્રોબ્લેમ

 

આજના સમયમાં ઘણા પતિ, પત્ની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન ઈગોનો હોય છે. સંબંધ ત્યારે જ ચાલે છે જ્યારે કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો બીજી શાંત રહે. પરંતુ ઈગોના કારણે પતિ, પત્ની બંને એકબીજા સાથે દુશ્મનની જેમ ઝઘડે છે. ઝગડામાં કોઈ એક પણ ઝૂકવા તૈયાર ન થતાં ઝગડો લાંબો થતો જાય છે. જેમાં રાઈ નો પહાડ બની જાય છે. જેને કારણે પણ લગ્ન બચી શકતા નથી.

*લવ મેરેજ

આ વાત વિચિત્ર લાગશે પરંતુ છૂટાછેડાનું પ્રમાણ વધવાનું એક કારણ લવમેરેજમાં થયેલો વધારો પણ છે. પહેલાના સમયમાં સંબંધો માતા પિતા નક્કી કરતા હતા, જેમાં પરિવારના સભ્યો સંબંધીઓ બધા જ જોડાયેલા રહેતા હતા. જો ક્યારેક પતિ- પત્ની વચ્ચે મનમુટાવ થાય તો લગ્નને બચાવવા માટે પરિવારના સભ્યો પણ સાથે રહેતા હોય છે. મિટિંગો , બેઠક બાદ માતા-પિતાના નું સન્માન પણ જળવાતું હતું. જેને કારણે લગ્ન ટકી જતાં હતા. જો કે હવે યુવાનો પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે છે. લગ્ન પછીની હકીકતથી તે બંને પણ અજાણ હોય છે. જ્યારે લગ્ન પછી પરિસ્થિતિઓ બદલાય છે તો પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી પણ એકબીજાથી કંટાળી જાય છે અને પછી ડિવોર્સ લઈ અલગ થઈ જાય છે. જ્યારે ઘણા કેસમાં લવ મેરેજમાં ફેમિલી સપોર્ટ પણ મળતો નથી જેથી લગ્ન ટકી શકતા નથી અને તૂટી જાય છે.

*વિશ્વાસનો અભાવ

ક્યારેક લગ્ન તૂટવા પાછળ નું કારણ પરસ્પર નો અવિશ્વાસ પણ હોય છે. સ્માર્ટ ફોન નો વપરાશ ઉપરાંત રીલ્સ ના યુગમાં દંપતી ફોન માં એક બીજા સાથે વાત કરવાનું ટાળી સ્માર્ટ ફોન માં ઓત પ્રોત રહેતા શંકા ઓ ઉપજતી હોય છે. અને એ શંકા અંતે મોટું ઝગડા નું સ્વરૂપ ધારણ કરી અંતે ડિવોર્સ માં પરિણમે છે.

More from MagazineMore posts in Magazine »
error: Content is protected !!