મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે
આજે મોબાઈલ વગર ની જિંદગી કોઈ કલ્પી નથી શકતું. આજના સમયમાં જો કોઈ ની સૌથી પ્રિય વસ્તુ હોય તો તે છે મોબાઈલ ફોન. જેના વગર ના સવાર થાય , ના ઊંઘ આવે, ના જમવાનું ભાવે . ઇનશોર્ટ નાનકડો મોબાઈલ એ આપણા હાથ માં નથી પરંતુ મોબાઈલ ના હાથ માં આપણે છે. એ કહેવું કાઇ કદાચ યથા યોગ્ય છે. જો કે આજે આપણે વાત કરીશું . મોબાઈલ લાઈફ ની. એટલે કે બેટરી ની. કારણ કે મોબાઈલ ની બેટરી ડાઉન થતાં આપણે પણ ડાઉન થઈ જઈએ છીએ. જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન થઈ જઈએ છે.
બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે. આપણે નવા સ્માર્ટફોનની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે, ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે બેટરી લો થવાથી લોકો વારંવાર પોતાના ફોનને ચાર્જિંગમાં મુકે છે. ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ.
ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. ફરી ફોન વાપરવા લાગે છે. પછી ફરી બેટરી ઉતરતા ફરી તેને ચાર્જિંગ માં મૂકે છે. ત્યારે વારંવાર આ રીત ની પ્રોસેસથી તમે તમારા ફોન ની આવરદા ઓછા કરી રહ્યા છો.
ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે. તમને જણાવી દઈએ મોબાઈલ ફોનને દિવસમાં 2 જ વખત ચાર્જમાં મુકવો જોઈએ. તેથી વધારે વખત કે દિવસમા વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે.
આ સાથે જો તમારા ફોનને તમે વાંરવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલદી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મુકવો પડશે.
જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ. એટલે કે 100 ટકા બેટરી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો એવા પણ હોઇ છે જે સવાર સાંજ 100% બેટરી ચાર્જ કરતાં હોય છે . તેઓ પણ જો મોબાઈલ ની આવરદા વધારવા માંગતા હોય તો મોબાઈલ 80% જ ચાર્જ કરવું જોઈએ.
તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો. અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.
By Shweta Baranda on December 24, 2024
Be First to Comment