fbpx Press "Enter" to skip to content

રાજ કપૂર: ભારતના સિનેમાના મંચ પર આજે પણ ઝળહળતી જ્યોતિ

આજે રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરી: મેરા નામ જોકર ફિલ્મ રાજ કપૂરની ખુબ નજીક રહી

14 ડિસેમ્બર 1924ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં પૃથ્વી રાજ કપૂર ના ઘરે એક બાળકનો જન્મ થયો હતો.જેનું નામ હતું રાજકપૂર,આજે 100 વર્ષ થયા રાજકપૂર આજે પણ કરોડો ભારતીય સાથે વિશ્વના અનેક લોકોમાં જીવંત છે,પિતા પૃથ્વી રાજ કપૂરની જેમ રાજ કપૂરે હિન્દી સિનેમામાં પોતાની અભિનય ક્ષમતાથી ટોચનું સ્થાન મેળવ્યું છે અને “ધ ગ્રેટેસ્ટ શોમેન” તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યા હતા આજે સ્વ.રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરીએ ફરી સ્વ,રાજકપુરના જીવનને ફિલ્મોના માધ્યમથી પુન:જીવંત કરવામાં આવી રહ્યા છે .ધ શો મસ્ટ ગો ઓન સાથે આજે પણ રાજકપૂર સાહેબની અનેક ફિલ્મો જીવનમાં પ્રેરણા આપે છે.જોકે સ્વ,રાજકપૂરની દિલની ખુબ નજીક કોઈ એક ફિલ્મ હોય તો તે ફિલ્મ છે ‘મેરા નામ જોકર’ આજે રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરી પર ફિલ્મ મેરા નામ જોકર વિષે વાત કહેવી છે.1970માં રજુ થયેલી ફિલ્મ મેરા નામ જોકર આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે.મેરા નામ જોકરનું ગીત જીના યહા મરના યહા આજે પણ એટલું જ લોકપ્રિય છે.‘રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’. ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે.ત્રણ દિવસીય ઉત્સવ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

Raj Kapoor
Raj Kapoor ji

આજે સ્વ.રાજકપૂરનો 100મો જન્મદિવસ છે ત્યારે તેમના પરિશ્રમથી ઇતિહાસમાં “ધ ગ્રેટેસ્ટ શોમેન” તરીકે જાણીતા થયેલા રાજ કપૂરે ફિલ્મ નિર્માણ, અભિનય અને ડાયરેકશનમાં એવું અદ્ભુત કામ કર્યું કે તે આજે પણ પ્રેરણારૂપ બન્યું છે.સ્વ.રાજકપૂરે 1948માં આર.કે. ફિલ્મ્સ સ્ટુડિયોની સ્થાપના કરી અને ઘણી ઐતિહાસિક ફિલ્મો બનાવી હતી.રાજ કપૂરને ઇન્ડિયન સિનેમાના ‘ચાર્લી ચેપ્લિન’ પણ ગણવામાં આવે છે.રાજ કપુરના નામે 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડ છે. સ્વ.રાજકપુરને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.રાજ કપૂરની ઉદારતાએ તેમને સૌથી સફળ વ્યક્તિ બનાવ્યા હતા.રાજકપૂરની ફિલ્મોમાં આઝાદી પછીના ભારતના સામાન્ય માણસના સપના,ગામ અને શહેર વચ્ચેનો સંઘર્ષ અને ભાવનાત્મક કહાનીથી જીવંત કરવામાં આવી હતી આવારા (1951), શ્રી 420 (1955), સંગમ (1964) અને મેરા નામ જોકર (1970) જેવી ફિલ્મો આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે.સ્વ.રાજકપૂરે તેમાં પત્નીનાં ઘરેણાં વેચી દીધા હતા તેમજ ઘર ગીરો મૂકી મેરા નામ જોકર બનાવી હતી.

  રાજકપુરનો ડ્રીમ પ્રોજેક્ટ ‘મેરા નામ જોકર’

રાજકપુરે તેમની કારકિર્દી દરમ્યાન અનેક ફિલ્મો બનાવી જે પૈકી મોટાભાગની ફિલ્મો ખુબ સફળ પૂરવાર થઇ હતી.રાજકપૂરની પ્રત્યેક સફળ ફિલ્મને ક્લાસિકની કેટેગરીમાં મૂકવામાં આવી છે જોકે દુઃખની વાત એ રહી હતી કે તેમની ડ્રીમ પ્રોજેક્ટ સમાન મલ્ટિ-સ્ટાર ફિલ્મ ‘મેરા નામ જોકર’ મોટો ધબડકો સાબિત થઇ હતી,પત્નીનાં ઘરેણાં વેચી દીધા હતા તેમજ ઘર ગીરો મૂકી બનવેલી આ ફિલ્મની દારુણ સ્થિતિથી રાજકપૂર પર પહાડ તૂટી પડ્યો હતો. મેરા નામ જોકર ફિલ્મમાં દારૂણ ગરીબીમાં રીબાતો એક યુવક પોતાનું ગુજરાન ચલાવવા સર્કસમાં જોકરનું કામ સંભાળતો દર્શાવવામાં આવ્યો છે. રાજકપુરે આ જોકરના પાત્ર દ્વારા પ્રેક્ષકો સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરી હતી કે જે વ્યક્તિ (જોકર) તમને તેના કરતબો દ્વારા હસાવી રહ્યો છે તેનાં હૈયામાં દુઃખો અને યાતનાઓનો પહાડ ખડકાયેલો છે.

  ‘મેરા નામ જોકર’ બનતા છ વર્ષ લાગ્યા હતા

‘મેરા નામ જોકર રાજકપુર’નો ડ્રીમ પ્રોજેક્ટ હતો જેનું બજેટ ખુબ મોટું હતું તે જમાનાની આ સૌથી મોંઘી અને સૌથી લાંબી ફિલ્મ હતી.મેરા નામ જોકર ફિલ્મ અંગેની માહિતી વચ્ચે પુત્રે કહેલી વાતો પણ જાણવા મળી હતી જે મુજબ સ્વ.રાજકપૂરે જીવનભરની કમાણીથી મેરા નામ જોકર બનવી હતી.ફિલ્મ બનાવતી વેળાએ પૈસા ખૂટ્યા એટલે રાજકપૂરે પત્ની ક્રિષ્ણા કપુરના ઘરેણા વેચી દીધા હતા તેમ છતાંય પૈસા ઓછા પડતા ઘર પણ ગીરવે મોકવાની નોબત આવી હતી.ભારે મુશ્કેલીઓ વચ્ચે ફિલ્મ મેરા નામ જોકર છ વર્ષ બાદ બનીને તૈયાર થઇ હતી.

  મેરા નામ જોકર બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ રહી

રાજકપુરના ડ્રિમ પ્રોજેક્ટ એવી ફિલ્મ મેરા નામ જોકર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી અનેક અપેક્ષાઓથી વિપરીત ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો.ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ફિલ્મ ઉંધા માથે પટકાઇ ગઇ હતી.ફિલ્મ ‘મેરા નામ જોકર’ વર્લ્ડ ક્લાસ કે ક્લાસિક થઇ શકી નહીં. પ્રેક્ષકોએ ફિલ્મને એક સર્કસ શો સમજી લીધો અને તેમાં લોકોને હસાવતા એક જોકરની વાર્તા સમજી લીધી,પરંતુ તે ફિલ્મમાં છુપાયેલો સંદેશો સમજવામાં પ્રેક્ષકો નિષ્ફળ ગયા. ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાનો રાજકપુરને ખુબ મોટો આઘાત લાગ્યો હતો, કેમકે એક વર્લ્ડ ક્લાસ ફિલ્મ બનાવવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું હતું. મજાની વાત એ છે કે તે સમયે નિષ્ફળ ગયેલી આ ફિલ્મને આજે પ્રેક્ષકો બહેતરીન અને ક્લાસિક ગણાવે છે અને તેના પ્રત્યેક ગીતને આજે પણ ગણગણે છે.

‘બોબી’ની સફળતાએ રાજકપુરને મેરા નામ જોકરના આઘાતમાંથી ઉગાર્યા

રાજકપૂરની મહત્વકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર પછાડતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સ્વ.રાજકપૂર ફિલ્મની નિસ્ફળતાથી માનસિક અને આર્થિક આઘાતમાં હતા પણ રાજકપુરને એમ જ “ધ ગ્રેટેસ્ટ શોમેન” નહતા કહેવાતા તેઓએ હાર સ્વિકારી નહોતી.થોડા સમયની નિરાશાઓને ખેંખેરીને ફિનિક્સ પંખીની જેમ ફરીથી બેઠા થયાં અને જમાનાની માંગ અનુસાર લવ, સેક્સ, રોમાન્સ, મીઠા મધુર ગીતો અને કર્ણપ્રિય સંગીતનો ભરપુર મસાલો ધરાવતી ફિલ્મ ‘બોબી’ બનાવી હતી પુત્ર રિશી કપૂર સાથે બનાવેલી ફિલ્મ બોબી એટલી હિટ અને સફળ રહી કે ફરી રાજ કપુરને ઝળહળતી સફળતા અપાવી ગઈ અને એ પછી રાજકપૂર સાહેબે ફિલ્મોના નિર્માણ નિર્દેશન પર હાથ અજમાવ્યો હતો.બોબી ફિલ્મે મેરા નામ જોકરના નિર્માણ થી માથે ચઢેલું તમામ દેવું પણ ઉતારી નાંખ્યું હતું અને આ ગ્રેટ શો મેન ફરીથી મેદાનમાં આવી ગયા હતા.

 

  બે-મિશાલ રાજકપુર

રાજકપુરની એક્ટિંગ બેમિશાલ,તેમનું નિર્દેશન બેમિશાલ,તેમની ફિલ્મના ગીતો અને સંગીત બેમિશાલ એવી જ રીતે હિરોઇનો સાથેના તેમના લફરાં પણ બેમિશાલ હતા.લવ, સેક્સ, રોમાન્સ. ન્યૂડિટી, ફિલોસોફી અને માનવીય મૂલ્યો તેમની ફિલ્મોના મુખ્ય વિષયો રહ્યા હતા.પોતાની કલા, એક્ટિંગ, જીવન પ્રત્યેનો અભિગમ અને આધ્યાત્મિકતાએ જ રાજકપુરને ‘લાર્જર ધેન લાઇફ પર્શનાલિટી’ અને ‘ગ્રેટ શો મેન’નુ બિરૂદ અપાવ્યું હતું. બોલીવૂડની પાર્ટીઓ અને આર. કે ફિલ્મની સ્ટુડિયોમાં ઉજવાતા હોળીના તહેવારની ઉજવણીને તેમની પેઢીના કલાકારો આજે પણ ભૂલી શકતા નથી.કહેવાય છે કે રાજકપુરના જીવન ઉપર વિશ્વના મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનનો ખુબ પ્રભાવ હતો. ખુદ રાજકપુરે પોતાની અનેક ફિલ્મોમાં ચાર્લી ચેપ્લિનની એક્ટિંગની નકલ કરી હતી.

 100મી બર્થે એનીવર્સરીએ 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત થશે

રાજ કપૂર ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતાઓ પૈકી એક છે, જેમણે વિશ્વ સિનેમા પર પોતાની એક અમીટ છાપ છોડી છે.ત્યારે રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર આરકે ફિલ્મ્સ,ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન,એનએફડીસી,એનએફએઆઈ અને સિનેમાએ 100મી બર્થ એનીવર્સરીઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.‘રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’ શીર્ષક હેંડલ ત્રણ દિવસીય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.આ ત્રણ દિવસીય ઉત્સવ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત આવી રહી છે.દરેક સિનેમા ઘરમાં ટિકિટની કિંમત માત્ર 100 રૂપિયા રાખવામાં આવી છે,જેથી દરેક લોકો આ જાદુઈ સફરનો ભાગ બની શકે!

BY DIPAK KATIYA ON DECEMBER 14, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!