લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે
ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી ‘સ્ટ્રાઈક’ શબ્દનો ઉદભવ થયો છે,ઉરી એટેક બાદ સરકારે પાકિસ્તાનમાં ઘુસી કરેલી સર્જીકલ સ્ટ્રાઈક અને ત્યારબાદ
પુલવામાં એટેક બાદ ફરી એકવાર સરકારે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આપ્યો હતો,ત્યારથી સ્ટ્રાઈકની બોલબાલા વધી છે,સરકારે કેટલીક યૂ ટ્યૂબ ચેનલો તેમજ શોશિયલમીડિયાના પેજો પર પણ આવી જ સ્ટ્રાઈક કરી હતી અને હવે ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવતા ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.જે અંતર્ગત ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યો હોવાની બાતમીના આધારે આ પગલું લેવાયું છે. દેશના 122 કરોડથી વધુ ટેલિફોન યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટેલિકોમ વિભાગે અને ટ્રાઈએ બનાવટી અને સ્પામ કોલ્સ પર લગામ કસી છે.
ડિજિટલ સ્ટ્રાઈક કરનાર ટેલિકોમ વિભાગે આ મામલે જણાવ્યુ છે કે, જના લગભગ 1.35 કરોડ ફ્રોડ કોલ્સને ગ્રાહક સુધી પહોંચતાં પહેલાં જ અટકાવી દેવામાં આવ્યા છે.આ નકલી કોલ કરનારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે.ફરિયાદોના આધારે વિભાગ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 7 કરોડ ફ્રોડ કોલ્સ રદ કરવામાં આવ્યા છે,સાથ જ ટેલિકોમ વિભાગે ચોરી થયેલા મોબાઈલ નંબર પણ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે 14થી 15 લાખ ચોરી થયેલા મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. જેથી તેનો દુરૂપયોગ થાય નહીં. આ સિવાય નવા નિયમો પણ બનાવ્યા છે. જેમાં માર્કેટિંગ અને જાહેરાતો કરતી કંપનીઓના કોલ્સને વ્હાઈટલિસ્ટેડ કરવામાં આવ્યા છે. જેથી અવારનવાર અને ગમે-ત્યાંથી થતાં બનાવટી કોલ્સથી ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરી શકાય.
નકલી કૉલ્સ સામેની લડાઈ તેજ બની..
ટેલિકોમ વિભાગે ફેક કોલને રોકવા માટે ફરીથી પગલાં લેવાની શરૂઆત કરી છે.તાજેતરમાં 1.77 કરોડ મોબાઇલ નંબરો બ્લોક કર્યા છે જેનો ઉપયોગ નકલી કોલ કરવા માટે કરવામાં આવતો હતો.દેશના 122 કરોડથી વધુ ટેલિકોમ વપરાશકર્તાઓની સુરક્ષા માટે, ટેલિકોમ વિભાગ અને TRAI બંનેએ નકલી કૉલ્સ સામેની તેમની લડાઈને વધુ તીવ્ર બનાવી છે. TRAI એ ગયા મહિને એક નવી પોલિસી બનાવી છે,જેના દ્વારા ઓપરેટર્સ હવે માર્કેટિંગ અને ફેક કોલ જાતે જ રોકી શકશે. આ સાથે, વ્હાઇટલિસ્ટિંગની કોઈ જરૂર રહેશે નહીં.એકંદરે તેઓએ આ નકલી કોલ્સ કરતા લગભગ 14 થી 15 લાખ મોબાઈલ ફોન ટ્રેસ કર્યા છે. લોકોની ફરિયાદો પર, વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે અને છેલ્લા પાંચ દિવસમાં લગભગ 7 કરોડ કોલ બંધ કર્યા છે.
ચોરાયેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ
ટેલિકોમ વિભાગે 1.77 કરોડ મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધા છે, જેનો ઉપયોગ પૈસા સંબંધિત છેતરપિંડીઓમાં થઈ રહ્યો હતો. આ સાથે 14 થી 15 લાખના ચોરાયેલા મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા છે. વિભાગે કહ્યું છે કે આ તેમના અભિયાનની શરૂઆત છે. જો કે ટેક્નોલોજીથી આપણા જીવનમાં ઘણો ફાયદો થયો છે, પરંતુ કેટલાક લોકોએ તેનો દુરુપયોગ પણ કર્યો છે, તેથી એક નિયમ બનાવવાની સિસ્ટમ બનાવવામાં આવી છે.આ પહેલીવાર નથી જ્યારે ટેલિકોમ વિભાગે નકલી કોલર્સને રોક્યા હોય; અગાઉ પણ તેઓએ લાખો સિમ કાર્ડ બંધ કરી દીધા છે. હવે યુઝર્સના ફેક કોલને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી, કૉલર્સ માત્ર વ્હાઇટલિસ્ટેડ ટેલિમાર્કેટિંગ કૉલ્સ પ્રાપ્ત કરશે
BY DIPAK KATIYA ON NOVEMBER 13, 2024